• Gujarati News
  • Utility
  • NTA Extends Registration Date For First Session Exam, Now Candidates Can Apply Till January 23

JEE MAIN 2021:ફર્સ્ટ સેશનની પરીક્ષા માટે NTAએ રજિસ્ટ્રેશનની તારીખ લંબાવી, હવે ઉમેદવારો 23 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE-MAIN 2021 માટે રજિસ્ટ્રેશન પ્રોસેસની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે વિદ્યાર્થીઓ 23 જાન્યુઆરી સુધીમાં આ પરીક્ષા માટે અરજી કરી શકશે. એજન્સીએ આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ઉપરાંત, ઓનલાઇન અરજી ફોર્મ સુધારવા માટે ટેસ્ટિંગ એજન્સીએ કરેક્શન વિંડો ખોલવાની તારીખ પણ લંબાવી દીધી છે.

27 જાન્યુઆરીથી કરેક્શન વિંડો ઓપન થશે
અરજીની તારીખ વધારવાની સાથે એજન્સીએ અરજી ફોર્મ સુધારવા માટે કરેક્શન વિંડો ખોલવાની તારીખ પણ વધારી દીધી છે. હવે કરેક્શન વિંડો 27 અને 30 જાન્યુઆરીની વચ્ચે ખૂલશે. અગાઉ આ સુવિધા 19થી 21 જાન્યુઆરીની વચ્ચે આપવાની હતી.

તેમજ, ફર્સ્ટ સેશનની પરીક્ષા 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. આ વખતે JEE મેઇન ચાર સેશનમાં યોજાશે. આ અંતર્ગત ફેબ્રુઆરી પછી આ પરીક્ષા માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં લેવામાં આવશે.

રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.
  • હોમપેજ પર ઉપલબ્ધ એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  • હવે નવાં રજિસ્ટ્રેશન માટેની લિંક પર ક્લિક કરો.
  • માગવામાં આવેલી માહિતી અહીં દાખલ કરો.
  • હવે ફોર્મ ભરીને ફોટો અપલોડ કરો.
  • અંતે ફી જમા કરાવીને સબમિટ કરો.