તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • NTA Changes Date Of March Session Exams, Now Exams Will Be Held From March 16 To March 18

JEE Main 2021:NTAએ માર્ચ સેશનની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો, હવે 16 માર્ચથી 18 માર્ચ દરમિયાન એક્ઝામ યોજાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્સીએ આ અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE મેઈનના માર્ચ સેશનની પરીક્ષામાં ફેરફાર કરતાં નવી તારીખ જાહેર કરી છે. હવે આ પરીક્ષા 16થી 18 માર્ચ દરમિયાન લેવામાં આવશે. પહેલા આ એન્ટ્રસ એક્ઝામ 15 માર્ચથી 18 માર્ચની વચ્ચે યોજાવાની હતી. પરંતુ હવે તેને બદલીને 16 માર્ચ કરવામાં આવી છે. એજન્સીએ આ અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે.

16 માર્ચથી શરૂ થશે પરીક્ષા
NTAએ પરીક્ષા માટે એડમિટ કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યા છે. બીજા ફેઝની પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. તેમજ માર્ચ સેશનની પરીક્ષા જે પહેલા ચાર દિવસમાં યોજાવાની હતી, હવે તે ત્રણ દિવસ બાદ યોજાશે. NTAના એક અધિકારીએ જણાવ્યું કે, હવે પરીક્ષા 16 માર્ચથી લેવામાં આવશે. પરીક્ષા 6 શિફ્ટ્સમાં લેવામાં આવશે.

દેશ-વિદેશના 331 શહેરોમાં એક્ઝામ યોજાશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી 16થી 18 માર્ચ સુધી દેશ અને વિદેશના 331 શહેરોમાં વિવિધ કેન્દ્રો પર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં માર્ચ સેશનની JEE મેઈન પરીક્ષા લેવામાં આવશે. અગાઉ પહેલા સેશનની પરીક્ષા 23 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે લેવામાં આવી હતી. આ વર્ષે આ પરીક્ષા ચાર વખત લેવામાં આવશે. ફેબ્રુઆરી, માર્ચ પછી એપ્રિલ અને મેની પરીક્ષાનું આયોજન થવાનું બાકી છે.

ચાર સેશનની પરીક્ષા બાદ મેરિટ સિલ્ટ બનશે
ઉમેદવારો તમામ સેશનની પરીક્ષામાં સામેલ થઈ શકે છે. જો કે, પેપર 2 એટલે B.Arch અને B.Planning કોર્સિસ માટે પરીક્ષા માત્ર બે વખત એટલે કે ફેબ્રુઆરી અને મેમાં લેવામાં આવશે. પરીક્ષા માટે ઓલ ઈન્ડિયા રેકિંગ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, અને મે સેશનની પરીક્ષા પરિણામ જાહેર થયા બાદ તૈયાર કરવામાં આવશે. તેના અંતર્ગત ચાર સેશનની પરીક્ષા બાદ ઉમેદવારોના બેસ્ટ સ્કોરના આધાર પર ફાઈનલ મેરિટ તૈયાર કરવામાં આવશે.

આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in પર જવું
  • હોમપેજ પર 'JEE મેઈન માર્ચ 2021 એડમિટ કાર્ડ'ની લિંક પર ક્લિક કરો.
  • હવે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની સાથે લોગિન કરી સબમિટ કરો.
  • એડમિટ કાર્ડ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે, તેને ડાઉનલોડ કરી લો.