નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નેશનલ એલિજિબિલિટી (UGC-NET) 2021નું શેડ્યુલ જાહેર કર્યું છે. જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે, આ વર્ષે પરીક્ષા 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી લેવામાં આવશે. પરીક્ષામાં સામેલ થવા ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ પોર્ટલ ugcnet.nta.nic.in દ્વારા એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે. રજીસ્ટ્રેશન પ્રોસેસ 5 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
એજન્સીએ ડિસેમ્બર-જૂનની પરીક્ષા મર્જ કરી
જાહેર કરેલી ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે, એજન્સીએ કોરોનાને લીધે મોકૂફ રાખેલી UGC-NETની ડિસેમ્બર 2020ની પરીક્ષા અને જૂન 2021 સેશનની પરીક્ષાને મર્જ કરી છે. હવે આ પરીક્ષા એકસાથે CBD મોડમાં લેવામાં આવશે. આ ઉપરાંત એજન્સીએ બંને સેશનના JRFના સ્લોટ પણ મર્જ કર્યા છે. જો કે, JRFના સબ્જેક્ટ વાઈઝ ઓછી કેટેગરી વાઈઝ અલોકેશનમાં કોઈ ફેરફાર નહીં આવે.
કરેક્શન વિન્ડો 7 સપ્ટેમ્બરથી ઓપન થશે
ઈચ્છુક કેન્ડિડેટ્સ પરીક્ષા માટે નક્કી કરેલા સમયમાં ઓનલાઈન અરજી કરી શકે છે. એપ્લિકેશન ફોર્મમાં સુધારા માટે કરેક્શન વિન્ડો 7 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી ઓપન રહેશે. એપ્લિકેશન ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર નક્કી કરી છે. પરીક્ષા સાથે જોડાયેલી જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ જોઈ શકો છો.
UGC-NET 2021નું આખું શેડ્યુલ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.