નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ વધુ અનુકૂળ બનશે:એનપીએસ સબ્સક્રાઈબર્સ સિસ્ટમેટિક ઈનવેસ્મેન્ટ પ્લાન દ્વારા રોકાણ કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાના રોકાણકારોને SIP દ્વારા રોકાણ કરવામાં ઘણી રાહત મળે છે
  • સરકાર એનપીએસને વધારે આકર્ષક બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે

એનપીએસ સબ્સક્રાઈબર્સને ટૂંક સમયમાં નેશનલ પેન્શન સ્કીમમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણ કરવાનો વિકલ્પ મળી શકે છે. એનપીએસમાં SIP તે પ્રકારનું કામ કરશે, જે પ્રકારે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કામ કરે છે. SIP ટેક્નિક હેઠળ રોકાણકારો તેમની બેંકને આદેશ આપે છે કે, એક ચોક્કસ રકમ દરેક નિશ્ચિત અંતરાલમાં કોઈ નિર્ધારિત ઈન્સ્ટ્રુમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે.  SIP નાના રોકાણકારો માટે વધુ અનુકૂળ છે. સરકાર એનપીએસને યોગ્ય બનાવવા અને રોકાણકારો માટે તેને વધુ આકર્ષક બનાવવા માટે સતત કામ કરી રહી છે. 

SIP સુવિધા શરૂ કરવાની તારીખ નિશ્ચિત નથી
એનએસડીએલ ઇ-ગવર્નન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અમિત સિંહાએ કહ્યું કે, અમે એનપીએસ સબ્સક્રાઈર્સ માટે SIP જેવું મોડેલ લાવવા પર ગંભીરતાથી કામ કરી રહ્યા છીએ. સિંહાએ તાજેતરમાં એનપીએસમાં SIP લોન્ચ કરવા માટે કોઈ તારીખ આપી નથી. તેમણે કહ્યું કે, તેના માટે કોઈ હું કોઈ તારીખ જણાવી શકતો નથી. પરંતુ થોડા મહિનામાં એનપીએસ સબ્સક્રાઈબર્સ  SIP સુવિધાની અપેક્ષા રાખી શકે છે.

સરકારી કર્મચારીઓ દ્વારા ટેક્સ ડિડક્શન અંતર્ગત કરવામાં આવેલા યોગદાન પર 3 વર્ષનું લોક-ઈન
થોડા દિવસો પહેલા સરકારે કલમ 80C હેઠળ કર કપાત હેઠળ એનપીએસ ટિયર -2 ખાતું બનાવવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. પહેલા એનપીએસ ટિયર-2માં કોઈ લોક-ઈન નહોતું. સૂચના બાદ, સરકારના કર્મચારીઓ ટેક્સ કપાત હેઠળ જે ફાળો આપે છે તેના પર ત્રણ વર્ષનો લોક-ઇન હશે. એનપીએસ ટિયર -2 માં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા યોગદાન પર કોઈ કપાત અને કોઈ લોક-ઇન પણ નહીં હોય. 

અન્ય સમાચારો પણ છે...