આધાર કાર્ડ આપણા દેશમાં એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. મોટાભાગે તેને ઓળખપત્ર તરીકે માગવામાં આવે છે. પહેલા તે એક કાગળનું કાર્ડ હતું પરંતુ હવે તમારું આધાર કાર્ડ બદલાઈ ગયું છે. UIDAIએ જાણકારી આપી છે કે, હવે આધાર કાર્ડને પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ (PVC) પર રિપ્રિન્ટ કરાવવામાં આવી શકે છે. આ કાર્ડ તમારા ATM અથવા ડેબિટ કાર્ડની જેમ સરળતાથી તમારા વોલેટમાં આવી જશે. તે ઉપરાંત જલ્દી ખરાબ થઈ જવાની ચિંતા પણ નહીં રહે. UIDAIએ એક ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.
શું છે ટ્વિટમાં?
આ ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, કોઈ પણ તેમના આધાર PVC કાર્ડ ઓર્ડર કરી શકે છે. તે ટકાઉ, દેખાવમાં આકર્ષક અને સૌથી લેટેસ્ટ સિક્યોરિટી ફીચર્સથી સજ્જ છે. તેના સિક્યોરિટી ફીચર્સમાં હોલોગ્રામ, ગિલોચ પેટર્ન, ઘોસ્ટ ઈમેજ અને માઈક્રોટેક્સ્ટ હશે.
50 રૂપિયા ફી આપવી પડશે
પોલિવિનાઈલ ક્લોરોઈડ કાર્ડ્સને PVC કાર્ડના નામથી ઓળખવામાં આવે છે. તે એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે, જેના પર આધારકાર્ડની માહિતી પ્રિન્ટ કરવામાં આવે છે. આ કાર્ડને બનાવવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.
કેવી રીતે બનાવી શકાય છે PVC આધાર કાર્ડ?
દેશમાં 125 કરોડ લોકોની પાસે આધાર
ડિસેમ્બર 2019માં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં રહેતા 125 કરોડ નાગરિકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. દેશમાં આધાર પ્રોજેક્ટને 2010માં લાગુ કરવામાં આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.