મહત્ત્વની જાણકારી:હવે આધારમાં અપડેટ કરાવવા માટે 100 રૂપિયા ચૂકવવા પડશે,UIDAIએ જાણકારી આપી

2 વર્ષ પહેલા
  • એક અથવા વધારે અપડેટ કરાવવા માટે 100 રૂપિયાનો ચાર્જ લાગશે, જેમાં બાયમેટ્રિક્સ અપડેટ પણ સામેલ છે
  • અત્યારે UIDAI આધારમાં ડેમોગ્રાફિક ડિટેઈલ અપડેટ માટે 50 રૂપિયા ફી વસૂલે છે

આધારકાર્ડ પર ફોટો અપડેટ કરાવવાનું મોંઘુ થઈ ગયું છે. ફોટો અપડેશન માટે હવે 100 રૂપિયા ફી આપવી પડશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ એક ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે હવે એક અથવા વધારે અપડેટ કરાવવા માટે 100 રૂપિયા ફી આપવી પડશે, જેમાં બાયમેટ્રિક્સ અપડેટ પણ સામેલ છે. અત્યારે UIDAI આધારમાં ડેમોગ્રાફિક ડિટેઈલ અપડેટ માટે 50 રૂપિયા ફી વસૂલે છે.

આ સેવાઓના ચાર્જ વધી ગયા
આધાર સેવાઓ શરૂ થતાં જ બાયોમેટ્રિક અપડેશન ફીમાં વધારો થયો છે. ડેમોગ્રાફિક (ડેમોગ્રાફિક) અપડેશન ફીમાં વધારો થયો નથી. આધારમાં આંખ (આઇરિસ) અને ફિંગરપ્રિન્ટ્સ પણ અપડેટ કરવામાં આવે છે. ફિંગરપ્રિન્ટ ન મળવાના કિસ્સામાં, વ્યક્તિએ ફરીથી બાયોમેટ્રિક અપડેશન કરવું પડશે. આ માટે ફી 100 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે નામ, સરનામું, વય, મોબાઈલ નંબર અને ઈ-મેલ માટે પહેલાંની જેમ માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે.

UIDAIના જણાવ્યા પ્રમાણે, અરજી ફોર્મ અને ફીની સાથે, તમારે તમારું નામ, સરનામું અથવા જન્મ તારીખ બદલવા માટે માન્ય દસ્તાવેજો સબમિટ કરવા પડશે.UIDAI 32 દસ્તાવેજોને ઓળખના પુરાવા તરીકે સ્વીકાર કરે છે.

સરનામાંના પુરાવા તરીકે 45 દસ્તાવેજો અને જન્મ તારીખના પુરાવા તરીકે 15 દસ્તાવેજો સ્વીકાર કરે છે. તમે તમારા આધારમાં વિગતો બદલવા માટે કોઈપણ માન્ય પુરાવા સબમિટ કરી શકો છો.

આધારના તમામ ફેરફારો માટે, તમારે વેરિફેકશન માટે દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ નંબરને આધાર કાર્ડમાં કોઈપણ દસ્તાવેજ સબમિટ કર્યા વગર અપડેટ કરાવી શકો છો.

તમે કોઈપણ દસ્તાવેજ સાથે તમારો નવો ફોટો અપડેટ કરી શકો છો. અન્ય ડિટેઈલ જેમ કે, બાયોમેટ્રિક્સ, લિંગ અને ઈમેલ આઈડી જેવી અન્ય વિગતો પણ કોઈ સમસ્યા વિના અપડેટ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...