તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Now You Can Transfer Money Online To Sukanya Samrudhi Yojana, Learn More About It

યોજના:હવે તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકશો, જાણો તેના વિશે વિગતવાર માહિતી

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોસ્ટ પેમેન્ટ બેંક અકાઉન્ટથી આ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો
 • અરજદાર તેમની પુત્રીના નામે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ ખોલાવી શકે છે

કેન્દ્ર સરકારની તરફથી દીકરીઓ માટે ચલાવવામાં આવતી સુકન્યા સમૃદ્ધિ યોજના ઘણી લોકપ્રિય છે. તમે તમારી છોકરીના લગ્ન અને અભ્યાસ માટે આ સરકારી યોજનામાં અકાઉન્ટ ખોલાવી શકો છો. SSY અંતર્ગત અકાઉન્ટ ખોલાવવાની સામાન્ય વય મર્યાદા બાળકીના જન્મની તારીખથી 10 વર્ષ સુધીની હોય છે. તેના પર સરકારની તરફથી વ્યાજ પણ આપવામાં આવે છે. હવે તમે આ અકાઉન્ટમાં ઓનલાઈન પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જાણો આ યોજના વિશે...

​​​​​​​અકાઉન્ટ ખોલવાની તારીખથી 21 વર્ષ બાદ અથવા દીકરી 18 વર્ષની થાય ત્યારે લગ્નના સમયે (લગ્નની તારીખના 1 મહિના પહેલા અથવા ત્રણ મહિના બાદ) સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે.

પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જમા કરાવી શકો છો પૈસા
તમે પોસ્ટ પેમેન્ટ બેંક અકાઉન્ટથી આ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત અરજદાર તેમની પુત્રીના નામે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ ખોલાવી શકે છે.

કેટલું વ્યાજ મળે છે?
સુકન્યા સમૃદ્ધિ યોજના પર વાર્ષિક વ્યાજ દર હાલમાં 7.6 ટકા છે. કેન્દ્ર સરકારની તરફથી દર ત્રણ મહિનામાં આ વ્યાજ દરની સમીક્ષા કરવામાં આવે છે. તેમાં ઘણી સ્મોલ સેવિંગ્સ સ્કીમ સામેલ છે. તે સિવાય આ યોજનામાં ગ્રાહકોને ટેક્સ છૂટનો લાભ પણ મળે છે.

કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડે છે
તેમાં મિનિમમ 250 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તે સિવાય મહત્તમ તમે 1,50,000 રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. આ અકાઉન્ટ ખોલાવવાથી તમને દીકરીના અભ્યાસ અને ભવિષ્યમાં થતા ખર્ચાથી ઘણી રાહત મળે છે.

IPPB એપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટમાં પૈસા જમા કરાવો-

 • તેના માટે તમારે તમારા સેવિંગ્સ અકાઉન્ટને IPPB અકાઉન્ટ સાથે કનેક્ટ કરવું પડશે.
 • હવે તમારે DOP Productમાં જવું પડશે.
 • અહીં સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટને સિલેક્ટ કરવી પડશે.
 • હવે તમારે SSY અકાઉન્ટ નંબર અને DOP કસ્ટમર ID એન્ટર કરવું પડશે.
 • હવે તમારે તમારા હપ્તાનો સમયગાળો અને અમાઉન્ટને સિલેક્ટ કરો.
 • પેમેન્ટ સક્સેફૂલ થયા બાદ તમને IPPB નોટિફિકેશન દ્વારા જાણકારી મળી જશે.

આ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવવા માટે તમારે ફોર્મની સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જઈને દીકરીનું બર્થ સર્ટિફિકેટ પણ જમા કરાવવું પડશે. તે સિવાય બાળકી અને માતા-પિતાનું ઓળખ પત્ર (પેન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ) અને જ્યાં રહેતા હોય તેનું પ્રમાણ પત્ર (પાસપોર્ટ, રાશન કાર્ડ, વીજળી બીલ, ટેલીફોન બીલ, પાણીનું બીલ) જમા કરાવવું પડશે.