• Gujarati News
  • Utility
  • Now You Can Also Track The Delivery Of Gas Cylinder From Paytm, You Will Get Great Cashback On LPG Booking

નવી સુવિધા:હવે તમે પેટીએમ પરથી ગેસ સિલિન્ડરની ડિલિવરીને પણ ટ્રેક કરી શકશો, LPG બુકિંગ પર મળશે શાનદાર કેશબેક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (Paytm)LPG સિલિન્ડર બુક કરાવનારા લોકો માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. યુઝર હવે IVR, મિસ્ડ કોલ અથવા વ્હોટ્સએપ દ્વારા બુક કરવામાં આવેલા LPG સિલિન્ડરનું પેમેન્ટ હવે પેટીએમથી કરી શકશે. તેઓ સિલિન્ડર બુક કરાવવાના કલાકો બાદ પણ પેટીએમથી તેનું પેમેન્ટ કરી શકશે.

કેશબેક મળશે
તે ઉપરાંત પેટીએમ એપથી LPG સિલિન્ડર બુક કરાવવા પર યુઝર્સને હવે 3 સિલિન્ડર બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેશબેક મળશે. જો કે, આ કેશબેક પેટીએમથી પહેલી વખત સિલિન્ડર બુક કરાવનાર ગ્રાહકોને જ મળશે. તે સિવાય યુઝર્સને એશ્યોર્ડ પેટીએમ ફર્સ્ટ પોઈન્ટ્સ પણ મળશે, જેને તેઓ તેમના વોલેટ બેલેન્સ તરીકે રીડિમ કરાવી શકશે. આ ઓફરનો ફાયદો ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ, અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ત્રણેય કંપનીઓના LPG સિલિન્ડ પર મળશે.

સિલિન્ડરની ડિલિવરીને ટ્રેક કરી શકાય છે
તે સિવાય પેટીએમ પર યુઝર હવે પોતાના ગેસ સિલિન્ડરની ડિલિવરીને પણ ટ્રેક કરી શકશે. પેમેન્ટ પેટીએમ પોસ્ટપેડ પર ઈનરોલ કર્યા બાદ કસ્ટમર્સને સિલિન્ડર બુકિંગ માટે પે લેટરનો ઓપ્શન પણ મળશે.

આ રીતે ઓફરનો લાભ લો

  • પેટીએમ એપના હોમ પેજ પર Show more ઓપ્શન પર ટેપ કરો.
  • ત્યારબાદ ડાબી બાજુ તરફ બનેલી કોલમમાં Recharge and Pay Billsને સિલેક્ટ કરો.
  • ત્યારબાદ Book a Cylinder આઈકોન પર ટેપ કરો
  • તમારા ગેસ પ્રોવાઈડરની પસંદગી કરો, જ્યાં તમને ત્રણેય વિકલ્પ ભારત ગેસ, ઈન્ડેન ગેસ અને HP ગેસ દેખાશે.
  • ગેસ પ્રોવાઈડરની પસંદગી કર્યા બાદ તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા LPG ID અથવા ગ્રાહક નંબર દાખલ કરો.
  • ત્યારબાદ Proceed બટન પર ક્લિક કરો અને પછી પેમેન્ટ કરો. તમારા દ્વારા આપવામાં આવેલા સરનામા પર ગેસ સિલિન્ડર ડિલિવર થઈ જશે.