તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Now You Can Also Download Aadhaar Card From Your 'face', This Is A Simple Process

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામની વાત:હવે તમે તમારા ‘ચહેરા’થી પણ આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકશો, આ રહી તેની સરળ પ્રોસેસ

4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • UIDAIએ આધાર કાર્ડ માટે નવી સુવિધા શરૂ કરી છે
 • UIDAIની વેબસાઈટ પર જઈને 'face authentication' દ્વારા ઓનલાઈન આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકાશે

તમારું આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે જેની જરૂર તમને લગભગ દરેક કામમાં પડે છે. તેથી જરૂરી છે કે તમારે આધાર કાર્ડ સાથે સંબંધિત દરેક નાની મોટી માહિતી રાખવી જોઈએ, શું ખબર ક્યારે અને કેવી રીતે જરૂર પડી જાય. બેંકમાં અકાઉન્ટ ખોલાવવાથી લઈને વેક્સિનેશન સુધી આધાર કાર્ડની જરૂર હોય છે.

ચહેરાથી આધાર કાર્ડને ડાઉનલોડ કરો
ઘણીવાર એવુ બને છે કે આપણી પાસે આધાર કાર્ડની ફિઝિકલ કોપી નથી હોતી ત્યારે આધારની ઇ-કોપી આપણા કામ આવે છે. ઈ-આધારને ડાઉનલોડ કરવા માટે આપણે આધાર નંબર અન એનરોલમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે UIDAIએ આધાર કાર્ડ ધારકો માટે નવી સુવિધા શરૂ કરી છે, તમે તમારા ચહેરા દ્વારા ઈ-આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે આધાર સેન્ટર જવાની જરૂર નથી, પરંતુ ઘરેબેઠા તમે તમારા લેપટોપથી કરી શકો છો.

આ રહી સરળ પ્રોસેસ
આધારકાર્ડ ધારકો UIDAIની વેબસાઈટ પર જઈને 'face authentication' દ્વારા ઓનલાઈન આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકે છે. જાણો ફેસથી કેવી રીતે આધાર ડાઉનલોડ કરી શકાય છે.

 • સૌથી પહેલા તમારે UIDAIની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જવું
 • હોમપેજ પર નીચેની તરફ 'Get Aadhaar Card'નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
 • આવું કરતાં જ એક નવું પેજ ઓપન થશે, જ્યાં તમને સૌથી છેલ્લે 'face authentication'નો વિકલ્પ દેખાશે, , કેટલીકવાર આ વિકલ્પ દેખાય છે અને કેટલીકવાર નથી દેખાતો.
 • 'Face Authentication'ને સિલેક્ટ કરતા પહેલા તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરવો પડશે.
 • તમારે ઓથેન્ટિકેશન પ્રોસેસ દ્વારા તમારો ફેસ વેરિફાઈ કરવાનો હોય છે.
 • OK પર ક્લિક કરો, આવું કરતાં જ કેમેરા ઓપન થઈ જશે. કેમેરાની સામે એ રીતે બેસવું કે એક ફ્રેમમાં તમારો આખો ચહેરો આવી જાય. આવું કરતાં જ કેમેરા તમારો ફોટો ક્લિક કરી લેશે અને આ પ્રોસેસ પૂરી થઈ જશે.
 • તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે

ધ્યાન રાખવું કે, તમે જે કમ્પ્યુટર સિસ્ટમ અથવા લેપટોપનો ઉપયોગ કરો છો તેમાં કેમેરા લાગેલો હોવો જોઈએ નહીં તો આધાર કાર્ડથી ફેસ ઓથેન્ટિકેશનની પ્રોસેસ પૂરી નહીં થાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો