તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Now You Can Also Check The Balance Of The Provident Fund From Umang App, Just Know This Easy Process Of 5 Steps

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:હવે ઉમંગ એપથી પણ પ્રોવિડન્ટ ફંડનું બેલેન્સ ચેક કરી શકાશે, ફક્ત 5 સ્ટેપ્સની આ ઇઝી પ્રોસેસ જાણી લો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે વિવિધ સરકારી સેવાઓ સુધી પહોંચ સરળ બનાવવા માટે વર્ષ 2017 માં ઉમંગ એપ્લિકેશન (Umang App) લોન્ચ કરી હતી. ઉમંગ એપ્લિકેશન દ્વારા તમે એક જગ્યાએ બેસીને 20,689 પ્રકારની વિવિધ સેવાઓનો ઉપયોગ કરી શકો છો. આ એપ્લિકેશનની મદદથી પ્રોવિડન્ટ ફંડ (PF), ડિજિલોકર, NPS, ગેસ સિલિન્ડર બુકિંગ, પાનકાર્ડ, યુટિલિટી બિલ વગેરે સંબંધિત સેવાઓ સરળતાથી એક્સેસ કરી શકાય છે.

એન્ડ્રોઇડ ફોન યુઝર્સ પ્લે સ્ટોર અને આઇફોન યુઝર્સ એપ સ્ટોર પર જઇને આ એપ ડાઉનલોડ કરી શકે છે. યુઝર્સ 9718397183 પર મિસકોલ કરીને આ એપ્લિકેશનની લિંક પણ મેળવી શકે છે. આ સિવાય, https://web.umang.gov.in પર જઇને પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકાશે.p

PF બેલેન્સ જાણવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • ઉમંગ એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરો.
  • ઉમંગ એપ ઓપન કરીને EPFOના આઇકન પર ક્લિક કરો.
  • હવે employee centric service પર ક્લિક કરો.
  • employee centric serviceમાં જઇને પાસબુક પર ક્લિક કરો.
  • હવે તમારો UAN નંબર નાખીને Get OTP પર ક્લિક કરો. તમને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
  • OTP નાખો. હવે સ્ક્રીન પર દરેક EPF અકાઉન્ટની ડિટેલ્સ દેખાશે. તમે તમારા PF અકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો