તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Now You Can Also Avail The Benefit Of PM Jeevan Jyoti Vima Yojana From IPPB, Get Term Insurance Of 3 2 Lakh For Rs. 330

સુવિધા:હવે IPPB પાસેથી પણ PM જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મેળવી શકાશે, 330 રૂપિયામાં ₹2 લાખનો ટર્મ ઇન્શ્યોરન્સ મળશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IPPBએ આ માટે PNB મેટલાઇફ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ સાથે કરાર કર્યો છે
  • 18થી 50 વર્ષની કોઈપણ વ્યક્તિ આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે

હવે તમે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) પાસેથી પણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)નો લાભ લઈ શકશો. IPPBએ આ માટે PNB મેટલાઇફ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ સાથે હાથ મિલાવ્યા છે. PMJJBY હેઠળ 2 લાખ રૂપિયાનો ટર્મ ઇન્શ્યોરન્સ માત્ર 330 રૂપિયામાં આપવામાં આવે છે.

KYC માટે આધાર જરૂરી છે
આ યોજના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના તમામ ખાતાધારકો માટે ઉપલબ્ધ છે. આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા KYC માટે આધાર લગાવવું પડશે. પીએમ નરેન્દ્ર મોદીએ 1 સપ્ટેમ્બર 2018ના રોજ IPPB લોન્ચ કરી હતી.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે
18થી 50 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. સંબંધિત વ્યક્તિનું બેંક ખાતું હોવું જોઈએ. પોલિસીધારકે વાર્ષિક 330 રૂપિયા જમા કરાવવા પડે છે. આ રકમ દર વર્ષે સંબંધિત વ્યક્તિના બેંક ખાતાંમાંથી સીધી કાપી લેવામાં આવશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીની જોગવાઈ છે.

મેડિકલ ટેસ્ટની જરૂર નથી 
આ યોજનામાં વીમો ખરીદવા માટે કોઈ મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર હોતી નથી. તમારા બેંક ખાતાંમાંથી પ્રીમિયમ રકમ કાપવામાં આવે ત્યારથી તમને આ સુવિધા મળવાનું શરૂ થશે.

આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી
આ યોજના દેશના નાગરિકોને ઓછા ભાવે વીમાની સુવિધા આપવા માટે મે 2015માં રજૂ કરવામાં આવી હતી. IPPB ઉપરાંત આ યોજના LIC તેમજ અન્ય ખાનગી જીવન વીમા કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ તેની બેંકમાં જઈને પણ માહિતી મેળવી શકે છે. ઘણી બેંકોના ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે ટાઇઅપ છે.

અન્ય સમાચારો પણ છે...