તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અત્યારના સમયમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ થઈ ગયું છે. આધાર કાર્ડમાં તમારી માહિતીને અપડેટ કરવાનું હંમેશાંથી મુશ્કેલ રહ્યું છે પરંતુ હવે આ પ્રક્રિયા સરળ થઈ જશે. આધાર સંબંધિત કોઈપણ સમસ્યાનું સમાધાન લાવવા માટે UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ 1947 હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે, જે 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. અહીં તમારી આધાર સંબંધિત દરેક સમસ્યાઓનું સમાધાન થઈ જશે. UIDAIએ એક સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે.
#Dial1947AadhaarHelpline
— Aadhaar (@UIDAI) February 4, 2021
Call 1947 to know the status of your Aadhaar Enrolment. Keep your enrolment slip handy. You would need to enter your EID (Including date & time). This facility is also available online at: https://t.co/IijgmtTIvC or in your #mAadhaarApp pic.twitter.com/VNcBhMDQ7n
UIDAIએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આધાર હેલ્પલાઈન 1947, હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તામિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, આસામી અને ઉર્દૂ એમ 12 ભાષામાં ઉપલબ્ધ છે. અહીં તમને આધાર સંબંધિત દરેક સમસ્યાઓનું સમાધાન કરી આપવામાં આવશે.
માત્ર 50 રૂપિયામાં ATM જેવું આધાર કાર્ડ બનાવો
ડેબિટ-ક્રેડિટ કાર્ડની જેવું દેખાતું નવું આધાર મોંઘુ નથી.UIDAIએ સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખતા તેના માટે માત્ર 50 રૂપિયા ચાર્જ રાખ્યો છે. ઘણા સુરક્ષિત ફિચર્સથી સજ્જ PVC (પોલિવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ) આધાર વધારે સુવિધાજનક છે.
તેની વિશેષતા શું છે?
આધાર PVC કાર્ડની વિશેષતા એ છે કે તે લાંબા સમય સુધી ચાલશે અને જોવામાં પણ આકર્ષક છે. તે ઉપરાંત તેમાં લેટેસ્ટ સિક્યોરિટી ફિચર્સ છે. તેના સિક્યોરિટી ફિચર્સમાં હોલોગ્રામ, ગિલોચે પેટર્ન, ઘોસ્ટ ઈમેજ, અને માઈક્રોટેક્સ્ટ છે. PVC (પોલિવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ) છે જે પ્લાસ્ટિકનું બનેલું હોય છે. તેના પર તમારી બધી માહિતી હોય છે.
ઘરે બેઠા બનાવો આધાર PVC કાર્ડ
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.