વ્હોટ્સએપે 'ચેટ લોક' ફીચર લોન્ચ કર્યું:હવે યુઝર્સ પર્સનલ ચેટ લોક અને હાઇડ કરી શકશે, જાણો સમગ્ર પ્રોસેસ

19 દિવસ પહેલા
 • કૉપી લિંક

મેટાની મેસેજિંગ એપ વ્હોટ્સએપે 'ચેટ લોક' ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર દ્વારા એપ યુઝર્સ કોઈપણ વ્યક્તિગત ચેટને લોક કરી શકે છે, ત્યાર બાદ ચેટને સિક્રેટ ફોલ્ડરમાં મૂવ કરી દેવામાં આવશે. એટલે કે હવે તમે આ ફીચર દ્વારા તમારા કોઈપણ મિત્ર, સંબંધી અથવા અન્યની ચેટને વધુ સિક્રેટ બનાવી શકશો. આ ચેટ પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ વિના ખૂલશે નહીં.

મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા આ ફીચર વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે 'વ્હોટ્સએપમાં નવું લોક ફીચર તમારી ચેટ્સને વધુ સિક્રેટ બનાવશે. ચેટ પાસવર્ડ પ્રોટેક્ટેડ ફોલ્ડરમાં રાખવામાં આવશે અને નોટિફિકેશન તેમજ કન્ટેન્ટ દેખાડવામાં નહીં આવે.

ચેટ લૉક સુવિધા દ્વારા ચેટ્સને કેવી રીતે લૉક અને હાઇડ કરી શકાય?

 • સૌપ્રથમ આ સુવિધા માટે WhatsAppને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો.
 • આ પછી WhatsApp ઓપન કરો.
 • હવે તમે જે ચેટને લોક અને હાઇડ કરવા માગો છો એના પર જાઓ.
 • તે ચેટ સાથે એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરો.
 • તમને ડિસએપરિંગ મેસેજની નીચે નવું ચેટ લોક ફીચર દેખાશે, એના પર ક્લિક કરો. ત્યાર બાદ ચેટ લોક થઈ જશે.
 • એ જ રીતે તમે અન્ય ચેટ્સને પણ લોક અને હાઇડ કરી શકો છો.

લૉક અને હિડન ચેટ્સ કેવી રીતે એક્સેસ કરવી?

 • WhatsApp ઓપન કરો.
 • હવે એપના હોમ પેજમાં ચેટની નીચેની તરફ સ્ક્રોલ કરો.
 • આ પછી એક સિક્રેટ ફોલ્ડર દેખાશે, જેને ટેપ કરવાનું રહેશે.
 • હવે પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ એન્ટર કરો, જેના પછી તમે ચેટને ઍક્સેસ કરી શકશો.

ટૂંક સમયમાં તમે આ ફીચરમાં અલગ પાસવર્ડ રાખી શકશો
આ ફીચરમાં એ જ પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ મોબાઈલ ફોનની સ્ક્રીનને લોક કરવા માટે થાય છે. આ કારણે જો કોઈને તમારા મોબાઈલનો પાસવર્ડ ખબર છે, તો તે તમારી લૉક કરેલી ચેટને એક્સેસ કરી શકે છે. જોકે આવનારા દિવસોમાં કંપની આ ફીચરમાં યુઝર્સને કસ્ટમ પાસવર્ડ સેટ કરવાનો વિકલ્પ આપી શકે છે.