તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Now Transactions Can Be Done Even Without Internet, The Speed Will Be Faster Than A Normal Card

રૂપે કાર્ડધારકો માટે સારા સમાચાર:હવે ઈન્ટરનેટ વગર પણ ટ્રાન્ઝેક્શન કરી શકાશે, સામાન્ય કાર્ડ કરતાં સ્પીડ વધુ ઝડપી હશે

6 મહિનો પહેલા

રૂપે (RuPay) કાર્ડ ધારકો માટે સારા સમચારા છે. હવે ઈન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરી શકાશે. બુધવારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ જણાવ્યું હતું કે, તેઓ રૂપે કોન્ટેક્ટલેસ કાર્ડમાં ઓફલાઈન પેમેન્ટ માટે એક નવું ફીચર ઉમેરી રહ્યા છે. તેને લઈને પાયલટ બેઝિસ એટલે કે પ્રાયોગિત સ્તરે કામ પણ શરૂ થઈ ગયું છે. જો કે, ટ્રાન્ઝેક્શન માટે એરિયામાં પોઈન્ટ ઓફ સેલ (POS) હોવું જરૂરી છે.

NPCIએ કહ્યું કે, રીલોડેબલ તરીકે NCMC કાર્ડની સાથે ગ્રાહકોને ટ્રાન્ઝેક્શનમાં સરળતા રહેશે. કેમ કે, કમજોર નેટવર્કમાં પણ POS મશીન પર સરળ અને ફાસ્ટ રિટેલ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

કેવું છે નવું ફીચર?
રિટેલ પેમેન્ટ નેટવર્કના અનુસાર, કાર્ડધારકો માટે આ ખાસ ફીચર સાબિત થવાનું છે. કેમ કે, નવા ફીચરથી કમજોર નેટવર્ક અથવા ઈન્ટરનેટ વગર પણ નાના ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. તેમાં મેટ્રો ટિકિટ, બસ ટિકિટ, કેબ ફેર વગેરેના પેમેન્ટ સામેલ છે. તેની ખાસ વાત એ છે કે તે સામાન્ય લેવડદેવડ કરતા ઝડપી કામ કરે છે. તેમાં જાણકારી ભર્યા પછી માત્ર ઓકે કરવાનું હોય છે અને ઓછા સમયમાં જ પેમેન્ટ સરળતાથી પૂર્ણ થઈ જાય છે.

ડિજિટલ પેમેન્ટ વધુ મજબૂત હશે
રૂપે અને NPCIના હેડ નલિન બંસલે કહ્યું કે, અમારું માનવું છે કે કેશ લેસ ઈકોનોમીના સપનાને તેનાથી મદદ મળશે. દેશમાં ડિજિટલ પેમેન્ટ તરીકે રૂપે કોન્ટેક્ટલેસ ઓફલાઈન ફીચરથી મજબૂતી મળશે. આ પ્રકારની સર્વિસને રિઝર્વ બેંક (RBI)એ થોડા દિવસ પહેલા જ મંજૂરી આપી હતી. આ સુવિધા માત્ર નાના પેમેન્ટ માટે હશે. આ પેમેન્ટ ઓફલાઈન પેમેન્ટ મોડથી અલગ છે. તેના માટે કાર્ડધારકને અલગથી વોલેટની જરૂરિયાત હોય છે, જેની સુવિધા હવે રૂપે કાર્ડધારકોને પણ મળવાની છે.