તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Now The Postman Will Come Home And Update The Mobile Number In The Aadhaar Card, No Need To Go To The Aadhaar Center

નવી સુવિધા:હવે પોસ્ટમેન ઘરે આવીને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરશે, આધાર કેન્દ્રમાં જવાની જરૂર નહીં પડે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવે તમારે આધાર કાર્ડમાં તમારે મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર નહીં જવું પડે. હવે પોસ્ટમેન દ્વારા આ કામ ઘરેબેઠા થઈ જશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) અને યુનિક આઈન્ડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ તેના માટે કરાર કર્યો છે. તેના અંતર્ગત પોસ્ટમેન આધાર કાર્ડમાં આપવામાં આવેલા મોબાઈલ નંબરને અપડેટ કરશે. આ સેવા સમગ્ર દેશમાં સ્થાપિત 650 ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના નેટવર્કમાં કાર્ય કરી રહેલા 1.46 લાખ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક (GDS)ના માધ્યમથી ઉપલબ્ધ થશે.

તેના માટે પોસ્ટમેનને સ્માર્ટફોન આપવામાં આવશે
આ કામ માટે ટપાલ વિભાગ પોસ્ટમેનને હાઈટેક સ્માર્ટ ફોન આપી રહ્યા છે. તેમાં ખાસ સોફ્ટવેર એપની મદદથી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકાશે. તેના માટે પોસ્ટમેનને યોગ્ય તાલીમ આપવામાં આવી છે. તાલીમ લેનાર પોસ્ટમેન ઘરે ઘરે જઈને આધાર કાર્ડ અપડેટ કરશે.

બાળકોને ટૂંક સમયમાં એનરોલમેન્ટની સુવિધા મળશે
IPPBના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO જે વેંકટારામૂએ મંગળવારે જણાવ્યું, પોસ્ટઓફિસના વ્યાપક નેટવર્ક, પોસ્ટમેન અને GDC દ્વારા UIDAIની મોબાઈલ અપડેટ સર્વિસથી તે વિસ્તારને પણ સેવા ઉપલબ્ધ થઈ શકશે જ્યાં બેંકોની સેવાઓ ઉપલબ્ધ નથી. IPPB અત્યારે માત્ર મોબાઈલ અપડેટ સર્વિસ ઉપલબ્ધ કરાવી રહી છે. તે ટૂંક સમયમાં તેના નેટવર્ક દ્વારા બાળકોના એનરોલમેન્ટની સર્વિસ પણ શરૂ કરશે.

મોબાઈલ નંબર અપડેટ કરવો જરૂરી
અત્યારના સમયમાં આપણે ઘણા પ્રકારના કામ માટે આધાર કાર્ડની જરૂર પડે છે. કોઈપણ પ્રકારની સરકારી સેવાનો લાભ લેવા, નવું સિમ કાર્ડ લેવા, બેંકમાં અકાઉન્ટ ખોલાવવા, ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા અથવા EPF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે આધાર કાર્ડની જરૂર હોય છે. તેમાંથી પણ મોટાભાગની સેવાઓનો લાભ ઉઠાવવા માટે તમારા આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર પર OTP મળે છે. OTP દ્વારા તમે ઘણા કામને સરળતાથી કરી શકો છો. જો તમને આ OTP નથી મળતો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

અત્યાર સુધી મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ થતો હતો?
આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવું પડે છે. તમે આધાર સેવા કેન્દ્ર પર એક ફોર્મ ભરીને અને 50 રૂપિયા ફી ભરીને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો. તેના માટે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર નથી હોતી. આ વર્ષે 31 માર્ચ સુધી દેશના લોકોને 128.99 કરોડ આધાર કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે.