• Gujarati News
  • Utility
  • Now The Loan Will Be Available At 6.75% Interest, Earlier It Was 6.80%, Kotke Also Reduced The Interest Rate This Week.

HDFCએ હોમ લોન સસ્તી કરી:હવે લોન 6.75% વ્યાજ પર મળશે, અગાઉ 6.80% વ્યાજ દર હતો, કોટકે પણ આ અઠવાડિયે વ્યાજ દરમાં ઘટાડો કર્યો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા અઠવાડિયાથી આ અઠવાડિયા સુધી 3 કંપનીઓએ હોમ લોન પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે
  • મોટાભાગના ગ્રાહકો આ સમયે 50 લાખ રૂપિયાના બજેટવાળા ઘરો શોધી રહ્યા છે

દેશની લીડિંગ હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFCએ હોમ લોનને સસ્તી કરી દીધી છે. હવે ગ્રાહક 6.75% વ્યાજ દરે હોમ લોન લઈ શકશે. અત્યાર સુધી આ વ્યાજ દર 6.80% હતા.

શેર માર્કેટને આપવામાં આવેલી જાણકારી
કંપનીએ શેર માર્કેટને આપેલી સૂચનમાં કહ્યું હતું કે, નવા દર ગુરુવારથી લાગુ થશે. HDFCનો કુલ હોમ લોન પોર્ટફોલિયો લગભગ 4 લાખ કરોડ રૂપિયા છે. તે દેશની બેંકિંગ અને NBFC સેક્ટરમાં સસ્તા વ્યાજ દર લાગુ કરવામાં આગળ રહે છે.

SBIએ પણ લોન પર વ્યાજમાં ઘટાડો કર્યો
અગાઉ તાજેતરમાં ભારતીય સ્ટેટ બેંકે પોતાની હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. તેની હોમ લોનના વ્યાજ દર 6.70 છે. જ્યારે કોટક મહિન્દ્રા બેંકે પણ આ જ અઠવાડિયામાં હોમ લોનના દરમાં ઘટાડો કર્યો હતો. છેલ્લા 6-8 મહિનાથી મકાનોના વેચાણમાં તેજી જોવા મળી છે. બેંક અને NBFC આ જ કારણથી વ્યાજ દરમાં ઘટાડો કરી રહી છે.

સ્ટેમ્પ ડ્યુટીના ચાર્જમાં ઘટાડો
હકીકતમાં મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જમાં ભારે ઘટાડો કર્યો છે. મુંબઈમાં તો સ્ટેમ્પ ડ્યુટી હવે 3 ટકા છે જે પહેલા 6 ટકા હતી. મોટાભાગે જે ઘટાડો છે તે 31 માર્ચ સુધી જ લાગુ રહેશે. તેથી ગ્રાહક ઘર ખરીદી રહ્યા છે. તે સાથે અન્ય સુવિધાઓ પણ મળી રહી છે. કેટલીક બેંકો અને NBFCએ પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે.

ઘરની કિંમત ઘટી ગઈ
મકાનોની કિંમતમાં આ સમયે ઘટાડો થયો છે. તેથી ગ્રાહકો ઘર ખરીદવા પર જોર આપી રહ્યા છે. કેટલાક રિપોર્ટનું માનવું છે કે, ઘરની માગમાં આ વર્ષે તેજી જોવા મળી શકે છે. મુંબઈ, NCR અને બેંગલુરુ જેવા વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં મકાનોનું વધારે વેચાણ થયું છે. મોટાભાગના ગ્રાહક 50 લાખ રૂપિયાના બજેટવાળા ઘર શોધી રહ્યા છે. આવી જ રીતે નાના ઘરોનું વેચાણ વધારે થઈ રહ્યું છે. જો કે, કોમર્શિયલ પ્રોપર્ટીની માગમાં હજી તેજી જોવા નથી મળી.