હોમ લોન / હવે RBIના રેપો રેટથી હોમ લોન લિંક કરી શકાશે, રેટ પ્રમાણે વ્યાજ દરમાં વધારો અને ઘટાડો થશે

Now, the home loan can be linked to the RBI's repo rate

Divyabhaskar.com

Jun 08, 2019, 04:05 PM IST

યુટિલિટી ડેસ્કઃ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે કહ્યું છે કે હવે હોમ લોનને રેપો રેટથી લિંક કરી શકાશે.


1 જુલાઈથી નિયમ લાગુ થશે
શુક્રવારે મોડી સાંજે બેંકે નિવેદન બહાર પાડતાં કહ્યું કે, તે હવે રેપો રેટના આધાર પર પોતાની હોમ લોન રજૂ કરશે. આ સુવિધા 1 જુલાઈથી શરૂ થશે.


એક લાખથી વધુ રકમ ધરાવતાં બચત ખાતાં લિંક કર્યાં હતાં
અગાઉ બેંકે એક મેથી એક લાખ રૂપિયાથી વધુ રકમ ધરાવતાં બેંક અકાઉન્ટમાં મળતું વ્યાજ રેપો રેટ સાથે લિંક કર્યું હતું. આવું કરનાર તે પહેલી બેંક બની હતી. SBI અત્યાર સુધી બચત ખાતાંમાં એક લાખ રૂપિયા સુધીની રકમ રાખનાર લોકોને 3.50%ના દરે વ્યાજ આપતું હતું. છેલ્લા 1મેથી તેમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. 1 મેથી નવો વ્યાજ દર 3.25% થઈ ગયો છે.


42 કરોડ ગ્રાહકો પર અસર પડશે
બેંકનાં આ પગલાંની અસર એ 42 કરોડ ગ્રાહકો પર પડશે, જેણે હોમ લોન લીધી છે. હવે જ્યારે પણ RBI પોતાના રેપો રેટમાં ફેરફાર કરશે તેની અસર તરત જ હોમ લોન પર પણ પડશે. જો કેન્દ્રીય બેંકે રેપો રેટમાં વધારો કર્યો તો પછી SBI પણ વ્યાજદરમાં વધારો કરશે.


રેપો રેટ શું છે?
રેપો રેટ એ દર હોય છે જેની પર બેંકોને RBI પૈસા ઉધાર આપે છે. બેંક આ ઉધારમાંથી ગ્રાહકોને ઉધાર આપે છે. રેપો રેટ ઓછો થવાનો અર્થ છે કે બેંક તરફથી મળતા અનેક પ્રકારના ઉધાર પૈસા અને તેના દર પણ સસ્તા થઈ જશે.

X
Now, the home loan can be linked to the RBI's repo rate
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી