તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

EPFOની સુવિધા:હવે કર્મચારી પોતાની નોકરી છોડવાની તારીખને જાતે જ અપડેટ કરી શકે છે, ફોલો કરો આ સ્ટેપ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે પણ નોકરી બદલવાના છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. હવે કર્મચારી પોતાની નોકરી છોડવાની તારીખ જાતે જ અપડેટ કરી શકે છે. તેના માટે તમારે કોઈ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. EPFOએ આ કામને એકદમ સરળ બનાવી દીધું છે.

EPFOએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, હવે કર્મચારી પણ પોતાની નોકરી છોડવાની તારીખને અપડેટ કરી શકે છે. તેને તમે તમારી જાતે ઘરેબેઠા અપડેટ કરી શકો છો. તેના માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. EPFOએ પોતાના કર્મચારીઓને તેની જાણકારી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં આપી છે.

ફોલો કરો આ પ્રોસેસ

  • EPFOના અનુસાર, કર્મચારી યુનિફાઈડ મેમ્બર પોર્ટલ પર જઈને UAN અને પાસવર્ડની સાથે લોગઈન કરી શકે છે.
  • ત્યારબાદ Manage પર જવું અને અહીં Mark Exit પર ક્લિક કરો.
  • હવે કર્મચારીને ડ્રોપ ડાઉન દેખાશે, જ્યાં Select Employmentમાંથી PF Account Number પસંદ કરવો.
  • ત્યારબાદ Date of Exit અને Reason of Exit સબમિટ કરો.
  • બીજા સ્ટેપમાં Request OTP પર ક્લિક કરો અને આધાર સાથે લિંક્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP એન્ટર કરો. અહીં તમારે ચેક બોક્સ સિલેક્ટ કરવું પડશે.
  • આગળ, કર્મચારીએ Update પર ક્લિક કરવું પડશે.
  • છેલ્લે OK પર ક્લિક કરો અને તેની સાથે ડેટ ઓફ એક્ઝિટ એટલે કે નોકરી છોડવાની તારીખ સફળતાપૂર્વક અપડેટ થઈ જાય છે.

મિસ્ડ કોલ દ્વારા આ રીતે ચેક કરો બેલેન્સ
તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરો. ત્યારબાદ EPFOથી એક મેસેજ આવશે જેમાં તમારા PF અકાઉન્ટની ડિટેઈલ તમને મળી જશે. તેના માટે જરૂરી છે કે UANથી બેંક અકાઉન્ટ, પેન અને આધાર લિંક્ડ હોય. આ સર્વિસ માટે કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે.