• Gujarati News
  • Utility
  • Now The Bank Rounds Will Be Stopped, The Work Will Be Done Sitting At Home Through WhatsApp, Here Is The Whole Process

સરકારી બેન્કનાં ગ્રાહકો માટે સારા સમાચાર:હવે બેન્કનાં ચક્કર થશે બંધ, WhatsApp થી ઘરે બેસીને થઇ જશે કામ, આ રહી સમગ્ર પ્રોસેસ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક સમય હતો કે, લોકોને નાનામાં નાના કામ માટે પણ બેન્કના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ જેમ-જેમ ડીજીટલનો યુગ આવી રહ્યો છે. પરંતુ ઓનલાઇન સુવિધા આવતા ઘણી ચિંતાઓ દૂર થઇ ગઈ છે. હવે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)ના ગ્રાહકો માટે ખુશખબરી છે. SBIએ ગ્રાહકો માટે 'WhatsApp Banking service' શરૂ કરી છે.

વોટ્સએપ પર ઉપલબ્ધ આ પ્રકારની બેંકિંગ સેવાઓ ગ્રાહકોની ઘણી ચિંતાઓ દૂર કરશે. આ સર્વિસમાં બેન્ક બેલેન્સ જાણવા માટે તમારે એટીએમ કે નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. વોટ્સએપ ઉપર જ તમામ કામ થઇ શકશે.

SBI બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ જાણવા આ રહી પ્રોસેસ
સ્ટેપ 1 : સૌથી પહેલા તમારે એસબીઆઈ વોટ્સએપ બેન્કિંગ સેવાઓ માટે તમારું એકાઉન્ટ રજીસ્ટર્ડ કરાવું પડશે.
સ્ટેપ 2 : આ સર્વિસ રજીસ્ટર્ડ કરવા માટે તમારે બેંકમાં રજીસ્ટર્ડ 10 આંકડાનો મોબાઈલ નંબર પરથી 917208933148 પર "SMS WAREG A/c No" મોકલવું પડશે.
સ્ટેપ 3 : રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ +919022690226 નંબર પર 'Hi' મેસેજ કરો.
સ્ટેપ 4 : આ પછીતમને એક સંદેશ મળશે જેમાં લખ્યું છે કે "પ્રિય ગ્રાહક, એસબીઆઈ વોટ્સએપ બેંકિંગ સેવાઓમાં આપનું સ્વાગત છે"!

નીચે આપેલા વિકલ્પ પૈકી એક વિકલ્પની પસંદગી કરો
1. એકાઉન્ટ બેલેન્સ
2. મીની સ્ટેટમેન્ટ
3.વોટ્સએપ બેન્કિંગમાંથી ડિ-રજિસ્ટર
તમે તમારી ક્વેરી પણ લખી શકો છો

સ્ટેપ 5 : તમારી જરૂરિયાત મુજબનો વિકલ્પ પસંદ કરો. તમારા એકાઉન્ટ બેલેન્સને ચકાસવા માટે "1" લખો, જ્યારે મિનિ સ્ટેટમેન્ટ ટાઇપ "2" મેળવો. તમારું એકાઉન્ટ બેલેન્સ અથવા મિનિ સ્ટેટમેન્ટ હવે વોટ્સએપ પર દેખાશે.

આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ક્રેડિટ કાર્ડ યૂઝર્સને એસબીઆઇ કાર્ડ વોટ્સએપ કનેક્ટના નામથી વોટ્સએપ આધારિત સેવાઓ પણ આપે છે. આ સેવા એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને તેમના ખાતાનો સારાંશ, રિવોર્ડ પોઇન્ટ્સ, બાકી રકમ, કાર્ડની ચુકવણી વગેરે તપાસવાની મંજૂરી આપે છે.

આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ક્રેડિટ કાર્ડ યૂઝર્સને એસબીઆઇ કાર્ડ વોટ્સએપ કનેક્ટના નામથી વોટ્સએપ આધારિત સેવાઓ પણ આપે છે. આ સેવા એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને તેમના એકાઉન્ટ સમરી, રિવોર્ડ પોઇન્ટ્સ, બાકી રકમ, કાર્ડની ચુકવણી વગેરેની મંજૂરી આપે છે.