બેંકિંગ / હવે આધાર કાર્ડથી પણ 50 હજારથી વધુ રૂપિયાની લેવડ-દેવડ થઈ શકશે

Now the aadhar card can also be useful to transfer more than 50 thousand rupees

Divyabhaskar.com

Jul 07, 2019, 04:41 PM IST

યુટિલિટી ડેસ્કઃ હવે 50 હજાર રૂપિયાથી વધુ રકમનાં કેશ ટ્રાન્ઝેક્શન માટે પાન નંબરને બદલે આધાર નંબરનો પણ ઉપયોગ કરી શકાશે. આ માટે અત્યાર સુધી ફક્ત પાનનો જ ઉપયોગ થઈ શકતો હતો. આ પરિવર્તન માટે કેન્દ્રએ બેંકો અને અન્ય સંસ્થાઓને તેમની સિસ્ટમ્સ અપગ્રેડ કરવા માટે કહ્યું છે. મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ શનિવારે જણાવ્યું હતું કે, બેંક તમારી સિસ્ટમ એ રીતે અપગ્રેડ કરી લે કે જ્યાં પણ પાન કાર્ડનો ઉપયોગ અનિવાર્ય હોય ત્યાં ગ્રાહક આધાર કાર્ડનો ઉપયોગ કરીને કામ ચલાવી શકે છે.


નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગ્રાહક ઘણા નિયમોનું સરળતાથી પાલન કરી શકે એ માટે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવશે. આવી પરિસ્થિતિમાં આધાર કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ એક વિકલ્પ તરીકે કરવામાં આવશે, જ્યાં પાન કાર્ડનો ઉપયોગ ફરજિયાત છે.


પાંડેએ જણાવ્યું કે, હાલમાં 22 કરોડ પાન કાર્ડ જ આધાર સાથે જોડાયેલા છે, જ્યારે 120 કરોડથી વધુ લોકો પાસે આધાર કાર્ડ છે. ધારો કે, કોઈની પાસે પાન કાર્ડ નથી પરંતુ આધાર કાર્ડ છે. તો તે આધાર કાર્ડનો ઉપયોગ કરીને જ પેન કાર્ડ બનાવશે અને પછી તેનો ઉપયોગ કરશે. આવી પરિસ્થિતિમાં પાન કાર્ડને બદલે આધાર કાર્ડનો ઉપયોગ કરવો વધુ સુવિધાજનક છે.

X
Now the aadhar card can also be useful to transfer more than 50 thousand rupees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી