સુવિધા:હવે ઘેરબેઠાં ઓનલાઈન આધારને ડ્રાઈવિંગ લાઈસન્સની સાથે લિંક કરી શકાશે, આ સ્ટેપ્સ ફોલો કરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયાને પણ સરળ કરી દીધી
 • જો તમે ઓનલાઈન નથી કરવા માગતા તો RTO ઓફિસ જઈને પણ તમે આવું કરી શકો છો

આજના સમયમાં આધાર કાર્ડને દરેક આઈડેન્ટિટી પ્રૂફની સાથે લિંક કરાવવું જરૂરી થઈ ગયું છે. આ લિસ્ટમાં હવે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ સામેલ થઈ ગયું છે. સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયાને પણ સરળ કરી દીધી છે. જેના અંતર્ગત તમે ઘેરબેઠાં ઓનલાઈન રીતે ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે લિંક કરી શકો છો. તેના માટે તમારે આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ડ્રાઈવિંગ લાઈસન્સ જારી કરે છે. આવી સ્થિતિમાં તમારા આધારને ડ્રાઈવિંગ લાઈસન્સની સાથે લિંક કરવાની પ્રોસેસ થોડી અલગ હોઈ શકે છે પરંતુ બેઝિક સ્ટેપ્સ એક જ જેવા છે જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.

આ રીતે આધારને ડ્રાઈવિંગ લાઈસન્સની સાથે લિંક કરો

 • સૌથી પહેલા sarathi.parivahan.gov.in વેબસાઈટ પર જવું.
 • હવે તે રાજ્યને સિલેક્ટ કરો જ્યાંનું તમારું લાઈસન્સ છે.
 • હવે Apply Online પર ક્લિક કરો.
 • ત્યારબાદ Services on Driving Licence (Renewal/Duplicate/Aedl/Others) પર ક્લિક કરો.
 • હવે તમારા રાજ્યની ડિટેઈલ ભરીને Continue પર ક્લિક કરો
 • ત્યારબાદ ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર દાખલ કરો અને ડેટ ઓફ બર્થ દાખલ કરીને 'ગેટ ડિટેઈલ્સ' ટેબ પર ક્લિક કરો.
 • હવે ડ્રાઈવિંગ લાઈસન્સની ડિટેઈલ્સ આવ્યા બાદ પ્રોસેસ પર ક્લિક કરો.
 • હવે 12 અંકનો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અહીં દાખલ કરો.
 • ધ્યાન રાખવું કે તે જ મોબાઈલ નંબર હોવો જોઈએ જે તમારા આધારની સાથે લિંક હોય, હવે સબમિટ કરી દો.
 • ત્યારબાદ એક OTP આવશે. જેને એન્ટર કર્યા બાદ કન્ફર્મ કરવું પડશે.
 • જો તમે ઓનલાઈન નથી કરવા માગતા તો RTO ઓફિસ જઈને પણ તમે આવું કરી શકો છો.

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) અને કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદના જણાવ્યા પ્રમાણે, કોઈ એક રાજ્યનો ડ્રાઈવર દારૂ પીને બીજા રાજ્યમાં અકસ્માત કરીને ભાગી જાય છે અને કોઈ બીજા રાજ્યમાંથી ડુપ્લિકેટ લાઈસન્સ પ્રાપ્ત કરે છે. પરંતુ હવે આવું કરીને તે પોતાનું નામ ખોટું જણાવી શકે છે પરંતુ ડિજિટલ ઓળખ નહીં બદલી શકે.