• Home
  • Utility
  • Now SIM card will be delivered at home, number will also be activated online

સુવિધા / હવે ઘરેબેઠાં જ ટૂંક સમયમાં સિમ કાર્ડ મળશે, નંબર પણ ઓનલાઇન એક્ટિવેટ થઈ જશે

Now SIM card will be delivered at home, number will also be activated online
X
Now SIM card will be delivered at home, number will also be activated online

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 02:48 PM IST

દિલ્હી. કોરોના વાઇરસ રોગચાળાને કારણે દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે અનેક ધંધાને અસર પડી છે. તેમાંનો એક ધંધો છે સિમ કાર્ડ વેચાણનો. લોકડાઉનને કારણે સિમકાર્ડના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. એટલે જ ટેલિકોમ કંપનીઓએ એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. હવે નવું સિમ કાર્ડ લેવા માગતા અથવા તેમનું સિમકાર્ડ બદલવા મોબાઇલ ગ્રાહકોએ ટેલિકોમ કંપનીઓના આઉટલેટ્સ પર નહીં જવું પડે. ટેલિકોમ કંપનીઓએ ટિકોમ ડિપાર્ટેમેન્ટ પાસે ગ્રાહકોના વેરિફિકેશનની પ્રોસેસ ઘરેબેઠાં જ કરવાની મંજૂરી આપવાની માગ કરી છે. જો વિભાગે આ વાતને મંજૂરી આપી તો ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને ઘરેબેઠાં સુવિધા આપશે.

ઘરેબેઠાં જ ગ્રાહકોનું વેરિફિકેશન થશે

જો આ પ્લાનને મંજૂરી મળી ગઈ તો ગ્રાહકોને ઘરે જ સિમ કાર્ડની ડિલિવરી થશે. ટેલિકોમ કંપનીઓએ આ માટે ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ પાસે માંગ કરી છે. ગ્રાહક વેરિફિકેશનની પ્રોસેસ સંપૂર્ણ રીતે કોન્ટેક્ટલેસ કરવાની માગ કરવામાં આવી છે. ગ્રાહકે ઓનલાઇન પોર્ટલ પર તેના ડોક્યૂમેન્ટ્સ અપલોડ કરવા રહેશે. ડોક્યૂમેન્ટના આધારે તેમને નવું સિમ કાર્ડ પહોંચાડવામાં આવશે.

નંબર પણ ઓનલાઇન એક્ટિવેટ થશે

સિમ કાર્ડ મળ્યા પછી ગ્રાહકે પોતાનો નંબર એક્ટિવેટ કરવાનો રહેશે. એપ દ્વારા ગ્રાહકનો ફોટો પાડવામાં આવશે. બીજા મોબાઇલ નંબર પર OTP સિમ કાર્ડ એક્ટિવેટ થશે. લોકડાઉન બાદ ટેલિકોમ સર્વિસની માગ વધી છે. લોકડાઉનને કારણે લોકો ઘરોથી કામ કરી રહ્યા છે. ગ્રાહકોને વિવિધ કંપનીના સિમ કાર્ડની જરૂર હોય છે. મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે પણ ઘરે જ ઉપલબ્ધ હશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી