• Home
  • Utility
  • Now passengers will get fresh air like operation theater in AC train, pilot project started in 15 trains

નવી સુવિધા / હવે AC ટ્રેનમાં ઓપરેશન થિયેટર જેવી શુદ્ધ હવા મળશે, કલાકમાં 18 વખત હવા ચેન્જ થશે, 15 ટ્રેનમાં પાઇલટ પ્રોજેક્ટ શરૂ

Now passengers will get fresh air like operation theater in AC train, pilot project started in 15 trains
X
Now passengers will get fresh air like operation theater in AC train, pilot project started in 15 trains

  • કોરોના બાદની સ્થિતિમાં ટ્રેનો ચલાવવા માટેની રેલવેની તૈયારીઓનો તે એક ભાગ છે
  • હેલ્થ એક્સપર્ટ્સની સલાહ પર નોન-AC કોચમાં પણ સુધારો કરવામાં આવ્યો છે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 04:32 PM IST

કોરોના મહામારીને કારણે હવે ભારતીય રેલવેએ ટ્રેનોમાં મોટા ફેરફાર કર્યા છે. રેલવેની એસી ટ્રેનોના કોચમાં હવે મુસાફરોને ઓપરેશન થિયેટર જેવી ફ્રેશ હવા મળશે, જે સંક્રમણને અટકાવવામાં મદદ કરશે. રેલવેના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, રેલવેની તરફથી રાજધાની રૂટ પર 12મેથી શરૂ કરવામાં આવેલી 15 AC ટ્રેનોમાં આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ રેલવેની કોરોના પછીની સ્થિતિમાં ટ્રેનો ચલાવવા માટેની તૈયારીઓનો આ એક ભાગ છે. AC કોચમાં ઠંડી હવાની શુદ્ધતા વધારવા માટે રેલવે કોચની ઉપરના ભાગે ફિટ કરવામાં આવેલાં ‘રૂફ માઉન્ટેડ AC પેકેજ યુનિટ’ હવે હોસ્પિટલનાં ઓપરેશન થિયેટરની જેમ કલાકમાં 16થી 18 વખત અંદરની હવા બદલી નાખશે. અગાઉ આ પ્રમાણ કલાકના છથી આઠ વખત હતું અને કોચની અંદર ધકેલવામાં આવતી 80 ટકા હવા રિસર્ક્યુલેટેડ હતી, જ્યારે તેમાં માત્ર 20 ટકા હવા જ ફ્રેશ રહેતી. જોકે આ નવા ફેરફારને કારણે વીજળીના વપરાશમાં 10થી 15 ટકાનો વધારો થશે.

સેન્ટ્રલાઈઝ્ડ ACનું તાપમાન પણ વધારવામાં આવ્યું
તે ઉપરાંત રેલવે તરફથી સેન્ટ્રલાઈઝ્ડ ACનું તાપમાન પણ વધારવામાં આવ્યું છે. રેલવેએ તાપમાન સામાન્ય 23 ડિગ્રીથી વધારીને 25 ડિગ્રી સેલ્સિયસ કરી દીધું છે. રેલવે દ્વારા આવું કરવા પાછળનું કારણ એ છે હવે મુસાફરોને ઓઢવા માટે ચાદર આપવામાં નથી આવતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રેલવે તરફથી હેલ્થ એક્સપર્ટ્સની સલાહ પર કોરોનાના હળવા કેસોમાં અલગ કોચ તરીકે નોન-AC કોચમાં સુધારો કરવામાં આવ્યો છે. 

15 ઓગસ્ટ સુધી નિયમિત ટ્રેનો દોડાવવામાં આવશે નહીં
ભારતીય રેલવેએ મુસાફરોને રાહત આપતાં હવે 1 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ટાઈમ ટેબલ ટ્રેનો માટેની ટિકિટની રકમ રિફંડ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, રેલવેના આ નિર્ણયની વર્તમાનમાં ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનો પર કોઈ અસર નહીં થાય. દેશમાં લોકડાઉન હોવાને કારણે રેલવે સેવાઓ બંધ કરવામાં આવી હતી. તેમજ 14 એપ્રિલથી ટિકિટ બુકિંગ પણ કેન્સલ કરવામાં આવ્યું હતું, પરંતુ 120 દિવસની એડવાન્સ બુકિંગ સિસ્ટમના કારણે 12 ઓગસ્ટ સુધીની ગાડીઓનું ટિકિટ બુકિંગ થઈ ગયું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી