તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફર:હવે પેટીએમથી LPG સિલિન્ડર બુક કરાવવા પર 500 રૂપિયાનું કેશબેક મળશે, આ રીતે મેળવો લાભ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓનલાઈન પેમેન્ટ કરતી કંપની પેટીએમ (Paytm) તેના ગ્રાહકો માટે શાનદાર ઓફર લાવી છે. હવે પેટીએમથી LPG સિલિન્ડર બુક કરાવવા પર તમને 500 રૂપિયા સુધીનું કેશબેક મળશે. એટલે કે પેટીએમથી તમને 694 રૂપિયાનો LPG સિલિન્ડર માત્ર 194 રૂપિયામાં મળશે.

ઓફર 31 ડિસેમ્બર 2020 સુધી
500 રૂપિયા સુધીની પેટીએમની આ કેશબેક ઓફર પેટીએમ પહેલી વખત LPG ગેસ સિલિન્ડર બુક કરાવતા ગ્રાહકોને જ મળશે. આ ઓફરનો લાભ ગ્રાહકો 31 ડિસેમ્બર 2020 સુધી લઈ શકે છે.

કેવી રીતે ઓફરનો લાભ ઉઠાવવો
કેશબેકનો ફાયદો ઉઠાવવા માટે તમારે Paytm એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ એપના હોમ પેજ પર Show more ઓપ્શન પર ટેપ કરવું પડશે અને પછી Recharge and Pay Billsને સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ તમારે Book a Cylinder આઈકન પર ટેપ કરવું પડશે. ત્યારબાદ તમારે તમારા ગેસ પ્રોવાઈડરની પસંદગી કરવાની રહેશે.

અહીં તમને ત્રણ ઓપ્શન ભારત ગેસ, ઈન્ડેન ગેસ, અને HP ગેસ જોવા મળશે. ગેસ પ્રોવાઈડરની પસંદગી કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા LPG ID અથવા ગ્રાહક નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ Proceed બટન પર ક્લિક કરવું પડશે. પેટીએમ ગેસ બુકિંગ પહેલા 'FIRSTLPG 'પ્રોમોકોડને અપ્લાય કરો અને ઓફરનો લાભ ઉઠાવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો