• Gujarati News
  • Utility
  • Now Not Only The Poor But Also The Middle Class Will Be Able To Avail The Benefits Of Ayushman Bharat Yojana, This Insurance Policy Has A Cover Of Rs 5 Lakh.

સુવિધા:હવે માત્ર ગરીબો જ નહીં મધ્યમ વર્ગના લોકો પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ શકશે, આ ઇન્શ્યોરન્સ પોલિસીમાં 5 લાખ રૂપિયાનું કવર મળે છે

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છત્તીસગઢના બીજપુર જિલ્લામાંથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર 14 એપ્રિલ 2018ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.
  • કન્સ્ટ્રક્શન વર્કર્સ, સફાઇ કામદારો, માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓ, સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ વગેરે પણ આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકશે

સરકારી હેલ્થ વીમા યોજના આયુષ્માન ભારત હવે ગરીબોના કાર્યક્ષેત્રમાંથી બહાર નીકળી ગઈ છે. હવે મધ્યમ વર્ગના પરિવારોને પણ આ આરોગ્ય વીમાનો લાભ મળશે. 5 લાખ રૂપિયાનું કવર કરનારી આ હેલ્થ વીમા યોજનામાં ફેરફાર થવાથી દેશની વધુ વસ્તી આમાં જોડાઈ શકશે. આનાથી લોકોને સસ્તી સારવાર મળશે.

મધ્યમ વર્ગને યોજનાનો લાભ મળશે
સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. આયુષ્માન ભારત યોજનાથી દેશના મધ્યમ વર્ગના પરિવારોને પણ સારવાર માટે વાર્ષિક 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવર મળશે. અગાઉ ફક્ત આર્થિક રીતે પછાત લોકો જ આ યોજનાનો લાભ લઈ શકતા હતા. સરકારે તેની તમામ આરોગ્ય વીમા યોજનાઓને આયુષ્માન ભારત વડા પ્રધાન જન આરોગ્ય યોજના (ABPMJY) હેઠળ એક જગ્યાએ લાવવાનો નિર્ણય કર્યો છે.

અત્યારે 53 કરોડ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે
દેશભરમાં આ યોજનાને અમલમાં મૂકનારી સંસ્થા નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની ગવર્નિંગ કાઉન્સિલે દેશભરમાં તેની મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ થશે. આમાંથી એ જાણી શકાશે કે આ યોજનાને અસરકારક રીતે અમલમાં લાવવા માટે શું પગલા ભરવા પડશે. અત્યારે 10.74 કરોડ પરિવારોના 53 કરોડ લોકો આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ હોસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરવામાં આવે છે.

આ લોકોને ફાયદો થશે
નેશનલ હેલ્થ ઓથોરિટીએ કહ્યું કે, યોજનાના વિસ્તરણનો સૌથી વધુ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને મળશે કારણ કે, તેઓ અત્યાર સુધી લગભગ કોઇપણ હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ સાથે જોડાયેલા નહોતા. આ યોજનાનો લાભ સ્વ રોજગારી, સ્વ રોજગારી, એમએસએમઇ ક્ષેત્રમાં કામ કરનારા અને મધ્યમ વર્ગના ખેડૂતોને પણ મળશેય

સરકારી અને પ્રાઇવેટ સેક્ટરના લોકોને ફાયદો થશે
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને જણાવ્યું કે, રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળના સંચાલક મંડળે આયુષ્માન ભારત યોજનામાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા ચલાવવામાં આવતી આરોગ્ય યોજનાઓને સમાવિષ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકો, બાંધકામના કામમાં રોકાયેલા લોકોને ઘણી સારવાર મળશે.

નેશનલ હેલ્થ ઓથોરિટીએ હવે આ યોજનાને 'the missing middle' એટલે કે જ્યાં સુધી તેમની સ્કીમ નથી પહોંચી તેમના સુધી પહોંચાડવા માટે પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આયુષ્માન ભારત યોજનાના આ વિસ્તરણથી તે લોકોને લાભ થશે જેઓ સંગઠિત ક્ષેત્રમાં મોટા પાયે નથી. જેઓ પોતાનો ધંધો કરે છે.

આયુષ્માન યોજનામાં તમામ સ્કીમ્સ સામેલ
તેમાં સરકારના કાયમી અને કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓ પણ સામેલ છે. આ સ્કીમમાં કન્સ્ટ્રક્શન વર્કર્સ, સફાઇ કામદારો, માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓ, સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સના જવાનો પણ સામેલ હશે.