ઇન્ડેન ગેસના ગ્રાહકો હવે માત્ર એક મિસ્ક કોલ દ્વારા ગેસ રિફિલ સિલિન્ડર બુક કરાવી શકે છે. આ સુવિધા દેશના તમામ ઈન્ડેન ગેસ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. તેના માટે સરકારે એક નવો નંબર 8454955555 જારી કર્યો છે. તેલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે ભુવનેશ્વરમાં આ સેવાને લોન્ચ કરી.
કોઈ ચાર્જ નહીં લાગે
કંપનીએ નિદેનમાં કહ્યું કે, આ સુવિધા માટે ગ્રાહકોને કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે, જ્યારે ફોન દ્વારા સિલિન્ડર બુક કરાવવા પર સામાન્ય કોલ દર અનુસાર ચાર્જ લાગે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, મિસ્ડ કોલ સુવિધાથી ગ્રાહકોને ફોન પર લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી તેમાંથી છૂટકારો મળશે અને ઝડપથી સિલિન્ડર બુક થઈ શકશે. કંપનીના અનુસાર, આ સેવાથી તે ગ્રામીણ ગ્રાહકોને લાભ મળશે જે ફોન કોલ દ્વારા સિલિન્ડરનું બુકિંગ નથી કરી શકતા.
નવા કનેક્શનનું બુકિંગ પણ થઈ શકશે
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા પ્રમાણે, ઈન્ડેનના નવા કનેક્શન માટે મિસ્ડ કોલ દ્વારા બુકિંગ કરાવી શકાશે. તેની શરૂઆત ભુવનેશ્વરથી થઈ ગઈ છે. સમગ્ર દેશમાં આ સેવા ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. તેમણા જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રીના ડિજિટલ ઈન્ડિયા વિઝન અંતર્ગત ગ્રાહકો પર કેન્દ્રિત LPG રિફિલ બુકિંગ અને નવા કનેક્શન રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા ગ્રાહકોને ફ્રીમાં સેવા મળશે.
ઓક્ટેન-100 પ્રીમિયમ પેટ્રોલનો બીજો ફેઝ રોલઆઉટ
તે ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ ઈન્ડેનના વર્લ્ડ-ક્લાસ પ્રીમિયમ ગ્રેડ પેટ્રોલ (ઓક્ટેન-100)નો બીજો ફેઝ રોલઆઉટ કર્યો. ઈન્ડિયન ઓયલની તરફથી હાઈ-એન્ડ કાર માટે આ પેટ્રોલ (XP 100) ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. બીજા ફેઝમાં આ પેટ્રોલ ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, કોચી, ઈન્દોર અને ભુવનેશ્વરમાં ઉપલબ્ધ થશે. ગત મહિને રાજધાની દિલ્હીથી તેની શરૂઆત થઈ હતી
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.