તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને લીધે ફેસ માસ્ક આપણા બધાના જીવનમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયા છે. માસ્કની જરૂરિયાતને લઈને હાલ ઘણી બધી કંપનીઓએ પ્રોડક્શન ચાલુ કરી દીધું છે. હવે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે માસ્કની વધતી જતી માગ જોઈને ઓનલાઈન વેચાણ શરુ કરી દીધું છે.
ખાદી ઇન્ડિયાના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાએ બુધવારે કહ્યું કે, ખાદી માસ્કનું વેચાણ ઓનલાઈન શરુ થઇ ગયું છે. માર્કેટમાં હાલ નકલી ખાદી માસ્ક વેચવામાં આવી રહ્યા છે, તેને બદલે ગ્રાહકો હવે ઓરિજીનલ ખાદી માસ્કનો ઓર્ડર આપી ઉપયોગમાં લઇ શકશે.
6 લાખ માસ્ક સપ્લાઈ કર્યા
વધુમાં વિનય કુમારે જણાવ્યું કે, માસ્કના ઓનલાઈન વેચાણનો હેતુ કોઈ પણ જાતની છેતરપિંડીથી બચવાનો છે. ઘણા ઓનલાઈન પોર્ટલ ખાદીના નામે અન્ય માસ્ક વેચી રહ્યા છે. તેઓ ખાદી કે હાથથી બનેલા નથી. ખાદી માસ્ક ડબલ લેયરના સુતરાઉ કપડાંથી બને છે. આ માસ્ક ત્રણ આકારના છે. સિલ્ક માસ્કમાં ત્રણ સ્તર છે કે જેમાં કોટન ખાદીનું એક સ્તર અને ખાદી સિલ્કનું એક સ્તર આવે છે. અત્યાર સુધી મારી પાસે 8 લાખ ખાદી માસ્ક સપ્લાઈનો ઓર્ડર આવ્યો છે. તેમાંથી 6 લાખ માસ્ક અમે સપ્લાઈ કરી દીધા છે.
ઓછામાં ઓછા 500 રૂપિયાનો ઓર્ડર ફરજીયાત
ખાદી ઇન્ડિયા કોટન અને સિલ્ક એમ બંને પ્રકારના માસ્ક વેચી રહ્યા છે, કોટન માસ્કની કિંમત 30 રૂપિયા અને સિલ્ક માસ્કની કિંમત 100 રૂપિયા છે. માસ્કની ઓનલાઈન ખરીદી માટે
ઓછામાં ઓછા 500 રૂપિયાનો ઓર્ડર આપવાનો રહેશે. હાલ ઓનલાઈન વેચાણ માત્ર ભારતમાં જ ઉપલબ્ધ છે. ખાદી માસ્ક માટે http://www.kviconline.gov.in/khadimask પર ઓર્ડર આપી શકાય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.