દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા શરૂ કરી. ત્યારબાદ ઘણી સરકારી અને ખાનગી બેંકોએ પણ પોતાના ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી દીધી. જો કે, ગ્રાહકોને તેના માટે ચાર્જિસ ચૂકવવા પડે છે. તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ પણ પોતાના ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ શરૂ કર્યું. હવે બેંક 1 ઓગસ્ટ 2021થી ફેરફાર લાગુ કરવા જઈ રહી છે. તેના અંતર્ગત ગ્રાહકોને ડોરસ્ટેપ બેંકિંગ માટે ચાર્જની ચૂકવણી કરવી પડશે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અત્યારે તેના ગ્રાહકોને ડોરસ્ટેપ બેંકિંગ માટે કોઈ ચાર્જ નથી લેતી. જો કે, 1 ઓગસ્ટ 2021થી બેંક તેના દરેક ગ્રાહક પાસેથી પસંદ કરેલી પ્રોડક્ટ્સ અને સર્વિસિસ માટે દરેક રિક્વેસ્ટ પર 20 રૂપિયા અને GST વસૂલશે. આ વિશે બેંકની તરફથી જાહેર નોટિસના અનુસાર, 1 ઓગસ્ટથી ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા પર 20 રૂપિયા અને GST ચૂકવવો પડશે. તેમજ બીજા બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા પર પણ આટલી જ ચૂકવણી કરવી પડશે. POSB સ્વાઈપ ઈન અને POSB સ્વાઈપ આઉટ માટે 20 રૂપિયા અને GSTની ચૂકવણી કરવી પડશે.
આ સર્વિસસ માટે ચાર્જની સાથે GST વસૂલવામાં આવશે
IPPBના અનુસાર, સુકન્યા સમૃદ્ધિ ખાતું, PPF, RD, LRD જેવી પોસ્ટ ઓફિસની સ્કિમમાં પૈસા ટ્રાન્સફર કરવા પર 20 રૂપિયા અને GSTની ચૂકવણી ગ્રાહકોને કરવી પડશે. તે સિવાય મોબાઈલ પોસ્ટપેડ અને બીલ પેમેન્ટ માટે પણ આટલો જ ચાર્જ લેવામાં આવશે. તેમજ સર્વિસ રિક્વેસ્ટના કેસમાં અકાઉન્ટ સર્વિસિસ અંતર્ગત QR કોડ રી-ઈશ્યુ, આસિસ્ટડ UPI, રોકડ ઉપાડ અને ડિપોઝિટ માટે 20 રૂપિયા અને GSTની ચૂકવણી ગ્રાહકોએ કરવી પડશે. જો કે, નવું ખાતું ખોલવા, મોબાઈલ પ્રીપેડ બીલની ચૂકવણી, બેલેન્સની જાણકારી મેળવવા, નવા નોમિનીને જોડવા જેવી ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસિસ માટે ગ્રાહકોને કોઈ ચૂકવણી નહીં કરવી પડે.
આ સુવિધાઓ માટે નહીં આપવો પડે કોઈ ચાર્જ
બેંકના ગ્રાહકોની તરફથી પીનમાં ફેરફાર કરવા, મોબાઈલ નંબર અથવા ઈમેલમાં ફેરફાર, લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી કરવા પર પણ કોઈ ચાર્જ નહીં આપવો પડે. બેંકની નોટિસના અનુસાર, જે લોકો તેના ગ્રાહક નથી, પરંતુ IPPBની ડોરસ્ટેપ બેંકિંગ અંતર્ગત કોઈ સર્વિસ લે છે તો તેમની પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે. આવા ગ્રાહકોને બેંક AEPS, ડાયરેક્ટ મની ટ્રાન્સફર, ચાઈલ્ડ એનરોલમેન્ટ લાઈટ ક્લાઈન્ટ, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સર્વિસ ડોરસ્ટેપ બેંકિંગ અંતર્ગત પ્રદાન કરે છે. તેના માટે અત્યારે કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.