• Gujarati News
  • Utility
  • Now, In flight Voice Calls Can Also Be Made From Mobile, Geo's Mobile Service Will Be Available On 22 International Routes.

સુવિધા:હવે ફ્લાઇટમાં પણ મોબાઇલથી વોઇસ કોલ કરી શકાશે, 22 ઇન્ટરનેશનલ રૂટ પર જિયોની મોબાઇલ સર્વિસ મળશે

એક વર્ષ પહેલા
  • સિલેક્ટેડ 14 એરલાઇન્સમાં વોઇસ કોલની સુવિધા મળશે
  • નવી સર્વિસ માટે એરોમોબાઇલ સાથે પાર્ટનરશિપ કરવામાં આવી

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ફ્લાઇટમાં મુસાફરી કરવા દરમિયાન કોલ કરી શકાય એ માટે નવી સેવા શરૂ કરી છે. આ અંતર્ગત 22 ઇન્ટરનેશનલ રૂટ પર મુસાફરો પ્રવાસ દરમિયાન જિયોની મોબાઇલ સર્વિસીસનો લાભ લઈ શકે છે. આ માટે કંપનીએ એરોમોબાઈલ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે. એરોમોબાઈલ પેનાસોનિક એવિયોનિક્સ કોર્પોરેશનની સબ્સિડરી કંપની છે.

આ એરલાઇન્સમાં જિયોની મોબાઇલ સેવાઓ ઉપલબ્ધ હશે
જિયોની વેબસાઇટ પર પોસ્ટ કરેલી માહિતી અનુસાર, કંપનીની મોબાઇલ સર્વિસીસ વર્જિન એટલાન્ટિક, સ્વિસ ઇન્ટરનેશનલ એરલાઇન્સ, અમીરાત એરલાઇન્સ, એતિહાદ એરવેઝ, યુરો વિંગ્સ, લુફ્તાંસા, માલિન્ડો એર, બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ અને અલીટાલિયા એરલાઇન્સમાં ઉપલબ્ધ રહેશે. આ સર્વિસના લોન્ચિંગ સાથે જ રિલાયન્સ જિયો ભારતની પહેલી મોબાઇલ સેવા કંપની બની ગઈ છે.

ત્રણ ઇન્ટરનેશનલ રોમિંગ પેકની જાહેરાત કરી
રિલાયન્સ જિયોના જણાવ્યા પ્રમાણે, ભારતથી ટ્રાવેલ કરનારા મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. આ માટે કંપનીએ ત્રણ ઇન્ટરનેશનલ પેકની જાહેરાત કરી છે. તેની કિંમત 499, 699 અને 999 રૂપિયા રાખવામાં આવી છે. આ ત્રણ પેકની માન્યતા ફક્ત 1 દિવસની છે.

દરેક પેકમાં 100 મિનિટનું વોઇસ કોલિંગ મળશે
કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા ત્રણેય પેક પર 100 મિનિટનો વોઇસ કોલિંગ અને 100 SMS મળશે. આ સિવાય રૂ. 999ના પેકમાં 250MB, રૂ. 999ના પેકમાં 500MB અને 999 રૂપિયાના પેકમાં 1GB ડેટા મળશે. જિયોની વેબસાઇટ અનુસાર, આ ત્રણ પ્લાનમાં ઇનકમિંગ કોલ્સ ઉપલબ્ધ નથી.

જિયો નેટવર્ક પર પ્લાન એક્ટિવેટ કરવો પડશે
વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પહેલીવાર ઇન-ફ્લાઇટ મોબાઇલ સેવા લેનારા યુઝર્સે જિયો નેટવર્કમાં પ્લાન એક્ટિવ કરવો પડશે. આ ઇન્ટરનેશનલ રોમિંગ સર્વિસ જિયોફોન અને જિયો વાઇ-ફાઇ ડિવાઇસ પર કામ નહીં કરે. તમામ એરલાઇન્સમાં ડેટા અને SMS સેવા ઉપલબ્ધ રહેશે. જો કે, વોઇસ કોલની સુવિધા ફક્ત સિલેક્ટેડ 14 એરલાઇન્સમાં જ મળશે.

અન્ય સમાચારો પણ છે...