તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Now Even Investing In ULIP Or EPF Has To Be Taxed, These 7 Rules Regarding Income Have Changed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સ સંબંધિત જરૂરી માહિતી:હવે યુલિપ અથવા EPFમાં રોકાણ કરવા પર પણ ટેક્સ ભરવો પડશે, ઈન્કમ ટેક્સ સંબંધિત આ 7 નિયમો બદલાઈ ગયા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. નવું નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે ઈન્કમ ટેક્સ સંબંધિત ઘણા નિયમોમાં પણ ફેરફાર થયો છે. આ ફેરફાર અંતર્ગત EPFમાં કર્મચારીને વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધારેના કોન્ટ્રિબ્યુશન પર મળતા વ્યાજ પર ટેક્સ આપવો પડશે. તે સિવાય હવે ITR ફાઈલ નહીં કરવા પર બમણો TDS આપવો પડશે. અમે તમને આવા જ 7 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ.

EPFમાંથી મળતાં વ્યાજ પર ટેક્સ
બજેટ 2021-22માં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માંથી મળતા વ્યાજ પર ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી. હવે એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ સુધી EPFમાં રોકાણ જ ટેક્સ ફ્રી હશે. એના કરતાં વધારે રોકાણ કરવા પર વધારાની રકમ પર વ્યાજની થયેલી આવક પર ટેક્સ લાગશે, એટલે કે જો તમે વાર્ષિક 3 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો 50 હજાર રૂપિયા પર વ્યાજથી જે આવક થશે તેના પર તમારે ટેક્સ સ્લેબના દરથી ટેક્સ આપવો પડશે.​​​​​​​

યુલિપ પર પણ આપવો પડશે ટેક્સ
હવે 2.5 લાખ રૂપિયાથી વધારે પ્રીમિયમવાળા યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન (ULIP) ટેક્સ છૂટ માટે એલિજિબલ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, વર્ષમાં બે અથવા તેનાથી વધારે યુલિપ માટે વાર્ષિક પ્રીમિયમ 2.5 લાખ રૂપિયાથી વધારે છે તો તેની મેચ્યોરિટીની રકમ ટેક્સ હેઠળ આવશે. નવો નિયમ 1 ફેબ્રુઆરી 2021 અથવા ત્યારબાદ જારી યુલિપ પર લાગુ થશે. ​​​​​​​

પ્રી-ફિલ્ડ ITR ફોર્મ
કર્મચારીની સુવિધા માટે અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રકિયાને સરળ બનાવવા માટે ઈન્ડિવિડ્યુઅલ ટેક્સપેયર્સને હવે 1 એપ્રિલ 2021થી પ્રી-ફિલ્ડ ITR ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એનાથી ITR ફાઈલ કરવાનું સરળ થઈ જશે.

સુપર સિનિયર સિટિઝનને ITR ફાઈલ કરવામાંથી મુક્તિ
75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ITR ફાઈલ નહીં કરવું પડે. આ છૂટ સિનિયર સિટિઝનને આપવામાં આવતું પેન્શન અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ પર આશ્રિત છે.​​​​​​​

ITR ફાઈલ નહીં કરવા પર બમણો TDS
સરકારે ITR ફાઈલ નહીં કરનારા લોકો માટે નિયમ કડક કર્યા છે. એના માટે સરકારે ઈન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 206ABને ઉમેરી છે. એના અંતર્ગત હવે ITR ફાઈલ નહીં કરવા પર 1 એપ્રિલ, 2021થી બમણો TDS આપવો પડશે. નવા નિયમો અનુસાર, જે લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું, તેના પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) પણ વધારે લાગશે. નવા નિયમોના અનુસાર, 1 જુલાઈ 2021થી પીનલ TDS અને TCL દર 10-20% હશે, જે સામાન્ય રીતે 5-10% હોય છે.​​​​​​​

હવે વિલંબથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની માત્ર 1 તક મળશે
હવે બિલેટેડ ITR ફાઈલ કરવા માટે તમને એક જ તક મળશે. અગાઉ ડેડલાઈન (સામાન્ય રીતે 31 જુલાઈ) પૂરી થયા બાદ 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર 5,000 રૂપિયા લેટ ફાઈલિંગ ફી આપવી પડતી હતી. જ્યારે 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી આવું કરવા પર 10, 000 રૂપિયાનો દંડ લાદવામાં આવતો હતો.

પરંતુ હવે 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવું પડશે. એટલે કે હવે ટેક્સપેયરને ગત નાણાકીય વર્ષનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ચાલુ અસેસમેન્ટ યરમાં માર્ચના અંત સુધી તક નહીં મળે. હવે ટેક્સપેયર માત્ર ડિસેમ્બર સુધી 5 હજાર રૂપિયાની લેટ ફીની સાથે રિટર્ન દાખલ કરી શકશે. જો કે, 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને 1 હજાર રૂપિયાની લેટ ફીની સાથે રિટર્ન ફાઈલ કરવાનો ઓપ્શન મળતો રહેશે. ​​​​​​​

ત્રણ વર્ષ જૂનો ટેક્સ રિટર્ન જ ખોલાવી શકાશે
50 લાખથી ઓછી આવકની કરચોરીના કિસ્સામાં જૂનું રિટર્ન ખોલવાની સમય મર્યાદા 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં આવી છે. તે સાથે જ 50 લાખથી વધારે ટેક્સ ચોરીના પુરાવા સામે આવવા પર જ 10 વર્ષ જૂનો રિટર્ન ખોલી શકાશે. તેના માટે પણ પ્રિન્સિપલ કમિશનરની પરવાનગી લેવી જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો