તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Now BSNL Customers Will Also Be Able To Avail Multiple Recharge Services, The Company Launched The Service Start With A Rs 97 Plan.

સુવિધા:હવે BSNLના ગ્રાહકો પણ મલ્ટિપલ રિચાર્જ સર્વિસનો લાભ ઉઠાવી શકશે, 97 રૂપિયાના પ્લાનથી કંપનીએ સર્વિસ શરૂ કરી

એક વર્ષ પહેલા
  • BSNLના પ્રિપેઈડ વાઉચર અને સ્પેસિશિયલ ટેરિફ પ્લાનમાં મલ્ટિપલ રિચાર્જ સુવિધા મળશે
  • કંપનીએ 97 રૂપિયાના પ્લાનથી લઈને 1,999 રૂપિયાના પ્લાન માટે આ સર્વિસ લોન્ચ કરી
  • ચાલુ પ્લાનની વેલિડિટી પૂરી થયા બાદ જ મલ્ટિપલ રિચાર્જ પ્લાન એક્ટિવ થશે

દેશની સરકારી ટેલિકોમ કંપની BSNLએ માર્કેટમાં ટકી રહેવા માટે અન્ય ટેલિકોમ કંપનીની જેમ મલ્ટિપલ રિચાર્જ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસની મદદથી યુઝર્સ ચાલુ પ્લાનની વેલિડિટી પૂરી થાય તે પહેલાં જ આગામી પ્લાનનું રચાર્જ કરી શકશે. આ સર્વિસ એરટેલ અને જિઓમાં ઉપલબ્ધ હતી. હવે BSNLએ પણ તેને શરૂ કરી છે.

BSNLના પ્રિપેઈડ વાઉચર અને સ્પેસિશિયલ ટેરિફ પ્લાનમાં આ મલ્ટિપલ રિચાર્જ સુવિધા મળશે. કંપનીએ 97 રૂપિયાના પ્લાનથી લઈને 1,999 રૂપિયાના પ્લાન માટે આ સર્વિસ લોન્ચ કરી છે.

મલ્ટિપલ રિચાર્જ સર્વિસ 97 રૂપિયા, 98 રૂપિયા, 118 રૂપિયા, 187 રૂપિયા, 247 રૂપિયા, 319 રૂપિયા, 399 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 રૂપિયા, 699 રૂપિયા, 997 રૂપિયા, 1699 રૂપિયા અને 1,999 રૂપિયાના પ્લાનમાં ઉપલબ્ધ છે. આ સુવિધાથી યુઝરનો ચાલુ પ્લાન ડિએક્ટિવ થાય, ત્યારેજ તેણે કરાવેલો મલ્ટિપલ રિચાર્જ પ્લાન એક્ટિવ થશે.

BSNLના સસ્તા પ્રિપેઈડ પ્લાન
94 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં કુલ 3GBનો ડેટા મળે છે સાથે જ કોલિંગ માટે કંપની ફ્રી 100 મિનિટ પણ આપી રહી છે. તેમાં ગ્રાહકોને રોમિંગનો પણ લાભ મળે છે. ફ્રી કોલિંગ લિમિટ પૂરી થયા બાદ કંપની લોકલ કોલ માટે 1 રૂપિયો પ્રતિ મિનિટ અને STD કોલ માટે 1.3 રૂપિયાનો ચાર્જ લે છે. પ્લાનની વેલિડિટી 90 દિવસની છે.

95 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પણ 94 રૂપિયાના પ્લાનની જેમ 3 GBનો ડેટા અને ફ્રી 100 મિનિટ મળે છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસ છે. ફ્રી કોલિંગ લિમિટ પૂરી થયા બાદ કંપની લોકલ કોલ માટે 0.02 રૂપિયા પ્રતિ મિનિટ અને STD કોલ માટે 0.024 રૂપિયાનો ચાર્જ લે છે.