• Home
  • Utility
  • account can be opened in NPS sitting at home, PFRDA has launched OTP based service

સુવિધા / હવે ઘરે બેઠા NPSમાં ખાતું ખોલાવી શકાશે, PFRDAએ OTP આધારિત સર્વિસ શરૂ કરી

X

  • હવે NPSમાં ખાતું ખોલાવવાનું પહેલાં કરતાં પણ સરળ થઈ ગયું છે
  • 18 થી 60 વર્ષની વયની કોઈપણ પગારદાર વ્યક્તિ NPSમાં જોડાઈ શકે છે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 03:16 PM IST

નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં ખાતું ખોલાવવાની પ્રક્રિયાને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ સરળ બનાવી દીધી છે. PFRDAએ હવે સબ્સક્રાઈબર્સને વન ટાઈમ પાસવર્ડ (OTP) દ્વારા પણ NPS અકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રક્રિયા બેંકોના તે ગ્રાહક (પીઓપી તરીકે નોંધાયેલા), જેઓ તેમની બેંકની ઇન્ટરનેટ બેંકિંગ સુવિધા દ્વારા NPS અકાઉન્ટ ખોલવા માગે છે, તેઓ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP પ્રાપ્ત કરીને NPS અકાઉન્ટ ખોલાવી શકે છે. 

તેમજ નોન-ઈન્ટરનેટ બેંકિંગ ડિજિટલ મોડ દ્વારા પીઓપી દ્વારા NPS અકાઉન્ટ ખોલવા પર OTP પાસવર્ડ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ પર આવશે, જેનો ઉપયોગ પેપરલેસ NPS અકાઉન્ટ ખોલવામાં કરી શકાય છે. KYC પૂર્ણ થયા બાદ પીઓપી દ્વારા NPS સબ્સક્રાઈબરનો ડેટા સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી (CRA)ને ફોટો અને હસ્તાક્ષરના ફોટો સાથે સબમિટ કરવો જરૂરી છે. સાથે એક અન્ડરટેકિંગ હોય છે કે KYC/AML માર્ગદર્શિકાઓ /નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમારું અકાઉન્ટ ખોલવામાં આવશે.

અગાઉ ઈ-સિગ્નેચરની સુવિધા આપી હતી
અગાઉ પણ ખાતુ ખોલવાની પ્રક્રિયાને ડિજિટલ અને પેપરલેસ બનાવવા માટે  PFRDAએ ઈ-સિગ્નેચર દ્વારા પેપરલેસ રીતે ઓનલાઈન NPS ખાતુ ખોલવાની સુવિધા આપી હતી.  PFRDA નેશનલ પેન્શન સિસ્ટમ અંતર્ગત 4.55 લાખ કરોડ રૂપિયાથી વધુ એયુએમની સાથે લગભગ 3.60 કરોડ ગ્રાહકોનું સંચાલન કરે છે. કુલ સબ્સ્ક્રાઇબર્સમાંથી 2.25 કરોડ ગ્રાહકો અટલ પેન્શન યોજના (APY)ના છે. 18 થી 60 વર્ષની વયની કોઈપણ પગારદાર વ્યક્તિ NPSમાં જોડાઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી