• Gujarati News
  • Utility
  • Not Only Waking Up Late At Night But Also Sleeping Too Much Can Cause Dark Circles, Learn From An Expert Healthy Diet To Get Rid Of It

સ્કિન કેર:મોડી રાત સુધી જાગવાથી જ નહીં પરંતુ વધારે સૂવાથી પણ ડાર્ક સર્કલ થઈ શકે છે, એક્સપર્ટ પાસેથી જાણો તેને દૂર કરવા માટેની હેલ્ધી ડાયટ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચહેરા પર ડાઘા દૂર કરવા માટે લોકો ઘણા ઉપાય કરે છે. તેમ છતાં ચહેરાનો કેટલાક ભાગ એવો હોય છે, જે કાળાશના કારણે અલગ જ દેખાય છે. આ કાળાશ ખીલના કારણે થાય છે અથવા હાઈપરપિગ્મેન્ટેશનના કારણે. મોટાભાગની મહિલાઓ હોઠ અને આંખની આસપાસની કાળાશને લઈને પરેશાન રહે છે.

ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલના ડર્મોટોલોજી ડિપાર્ટમેન્ટના સિનિયર કન્સલ્ટન્ટ સ્વાતિ મોહન જણાવે છે કે મોં અને આંખોની આસપાસની સ્કિનની કાળાશનું કારણ હાઈપરપિગ્મેન્ટેશન છે. ખરાબ જીવનશૈલીના કારણે કેટલાક ભાગમાં મેલેનિન જરૂર કરતાં વધારે બનવા લાગે છે, જેના કારણે તે ભાગની સ્કિન ડાર્ક થઈ જાય છે અને પેચ દેખાવા લાગે છે.

વધારે ઊંઘવાને કારણે પણ ડાર્ક સર્કલ્સ થઈ શકે છે
ડર્મોટોલોજિસ્ટ સ્વાતિ જણાવે છે કે, વધારે સૂવાથી, વધારે પડતો થાક, ટીવી અથવા કમ્પ્યુટર સ્ક્રિનની સામે વધારે સમય સુધી બેસી રહેવાથી અથવા મોડી રાત સુધી જાગવાથી અથવા મોડા સુધી સૂવાને કારણે તમારી આંખોની નીચે કાળા ડાઘ પડી જાય છે. અપૂરતી ઊંઘ તમારી ત્વચાને સુસ્ત અને નિસ્તેજ બનાવી શકે છે, જેનાથી તમારી ત્વચાની નીચેના ટિશ્યુ અને બ્લડ વેસલ્સ દેખાવા લાગે છે. કોઈ એલર્જી અથવા આંખોમાં ડ્રાયનેસના કારણે હાઈપરપિગ્મેન્ટેશન થઈ શકે છે.

તડકામાં વધારે સમય સુધી રહેવું એ હાઈપરપિગ્મેન્ટેશનનું સૌથી મોટું કારણ
ડૉક્ટર સ્વાતિના જણાવ્યા પ્રમાણે, તડકામાં વધારે સમય સુધી રહેવું એ હાઈપરપિગ્મેન્ટેશનનું સૌથી મોટું કારણ છે કેમ કે તે તમારા શરીરમાં મેલેનિન વધારવામાં મદદ કરે છે. હાઈપરપિગ્મેન્ટેશન કોઈપણ ઉંમરમાં થઈ શકે છે અને વધતી ઉંમરના કારણે પણ હાઈપરપિગ્મેન્ટેશન થઈ શકે છે. તેથી જ્યારે પણ ઘરની બહાર નીકળો તો સનગ્લાસ પહેરવા અને SPF 30 અથવા 50વાળી સનસ્ક્રિન લગાવવી.

પૂરતી ઊંઘ અને હેલ્ધી ડાયટ હાઈપરપિગ્મેન્ટેશનથી બચાવે છે
ડૉક્ટર સ્વાતિના જણાવ્યા પ્રમાણે, તેનાથી બચવા માટે સારી કોસ્મેટિક વસ્તુઓનો ઉપયોગ કરવો કેમ કે તેનાથી ડ્રગ રિએક્શન થઈ શકે છે. પૂરતી ઊંઘ લેવી, વધારે પાણી પીવું અને વિટામિન Kથી ભરપૂર ડાયટ લો.

અન્ય સમાચારો પણ છે...