• Gujarati News
  • Utility
  • Not Only The Elderly But Also The Young Are Having Joint Problems; Get Rid Of Arthritis Forever By Adopting This Remedy

કામના સમાચાર:વૃદ્ધોને જ નહીં પરંતુ યુવાનોને પણ સાંધાની સમસ્યા થઈ રહી છે; આ ઉપાય અપનાવીને હંમેશાં માટે આર્થ્રાઈટિસની સમસ્યાથી છૂટકારો મેળવો

સુનીતા સિંહ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિયાળામાં ટેમ્પરેચર ઓછું હોવાને કારણે સાંધાની બ્લડ વેસલ્સ સંકોચાઈ જાય છે

શિયાળો શરૂ થતાં જ ઘણા લોકોને સાંધામાં દુખાવાની ફરિયાદ થવા લાગે છે. સાંધામાં દુખાવાની સમસ્યા માત્ર વૃદ્ધોને જ નહીં પરંતુ યુવાનોને પણ થઈ રહી છે. સાંધાના દુખાવાના કારણે આર્થ્રાઈટિસ એટલે કે સંધિવા પણ થઈ શકે છે. જે ખરાબ લાઈફ સ્ટાઈલ, મેદસ્વિતા, અયોગ્ય આહારના કારણે થાય છે. એટલું જ નહીં આર્થ્રાઈટિસ બાળકોને પણ થાય છે, જેને જુવેનાઈલ આર્થ્રાઈરિટસના નામથી ઓળખવામાં આવે છે.

શિયાળામાં ટેમ્પરેચર ઓછું હોવાને કારણે સાંધાની બ્લડ વેસલ્સ સંકોચાઈ જાય છે. તે ભાગમાં બ્લડનું ટેમ્પરેચર ઓછું થઈ જાય છે. જેના કારણે સાંધા જકડાઈ જાય છે સાથે દુખાવો થવા લાગે છે. આર્થ્રાઈટિસની અસર સૌથી પહેલા ઘૂંટણમાં, તેના પછી હિપ્સના હાડકાંમાં જોવા મળે છે. તે ઉપરાંત ઘણા લોકોને શરીરમાં દુખાવો થાય છે. ક્યારેક ક્યારેક હાથ, ખભા અને ઘૂંટણોમાં પણ સોજા અને દુખાવો રહે છે.

એક રિસર્ચના અનુસાર, દુનિયાભરના 3.5 કરોડ લોકો આર્થ્રાઈટિસથી પીડિત છે. આ સમસ્યા ક્યારે શરૂ થાય છે તે જાણવું મુશ્કેલ છે. અમુક આર્થ્રાઈટિસ એવા પણ હોય છે જેનાથી સંપૂર્ણ રીતે છૂટકારો નથી મેળવી શકાતો, પરંતુ ખાણીપીણી અને સારી લાઈફસ્ટાઈલની મદદથી તેનાથી થતી તકલીફને ઓછી કરી શકાય છે.

જાણો હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર આર્થ્રાઈટિસ સંબંધિત જરૂરી બાબતો...