તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્સનલ ફાઈનાન્સ:આવકવેરા કાયદાની કલમ 80C જ નહીં આ 10 પ્રકાર પણ વધુ ઈન્કમ ટેક્સથી બચાવી શકે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેક્શન 80D અંતર્ગત વીમા પ્રીમિયમ પર ટેક્સ બચત કરી શકાય છે
  • 80E હેઠળ તમે એજ્યુકેશન લોન પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો

ઈન્કમ ટેક્સ ફાઈલ કરતા પહેલાં મોટાભાગના લોકોના મનમાં એ સવાલો હોય છે કે વધારે ટેક્સ કેવી રીતે બચાવી શકાય છે. સામાન્ય રીતે લોકોને 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ અથવા અન્ય સેવિંગ સ્કીમ પર મળતી ઈન્કમ ટેક્સ છૂટની જાણકારી તો હોય છે, પરંતુ તેમને તે સિવાય ઘણા અન્ય ઈન્કમ ટેક્સ છૂટની જાણકારી નથી હોતી. તેના કારણે તેઓ ઈન્કમ ટેક્સ છૂટનો સંપૂર્ણ ફાયદો નથી ઉઠાવી શકતા. અભય શર્મા, પૂર્વ અધ્યક્ષ ઈન્દોર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તમને આવકવેરા કાયદાની કેટલીક એવી કલમો વિશે જણાવી રહ્યા છે. જેની મદદથી તમે ટેક્સ બચાવી શકો છો.

સેક્શન 80C
આવકવેકા કાયદાની સેક્શન 80C હકીકતમાં ઈન્કમ ટેક્સ એક્ટ, 1961નો ભાગ છે. તેમાં તે રોકાણ માધ્યમોનો ઉલ્લેખ છે, જેમાં રોકાણ કરીને આવકવેરામાં છૂટનો દાવો કરી શકાય છે. ઘણા લોકો નાણાકીય વર્ષના અંત પહેલા ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું શરૂ કરે છે. આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત તમારી કુલ આવકમાંથી 1.5 લાખ રૂપિયાના ઘટાડાનો દાવો કરી શકાય છે. સરળ ભાષામાં તેને આ રીતે સમજો, તમે કલક 80C દ્વારા તમે તમારી કુલ કરપાત્ર આવકમાંથી 1,50,000 રૂપિયા ઓછા કરી શકો છો.

સેક્શન 80D
સેક્શન 80D તબીબી ખર્ચ પરની કપાત છે. પોતાના, પરિવાર અને આશ્વિત માતા-પિતાના સ્વાસ્થ્ય માટે ચૂકવવામાં આવતા તબીબી વીમા પ્રિમીયમ પરના કરને બચાવી શકાય છે. સેલ્ફ / ફેમિલી માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમની કલમ 80D કપાતની મર્યાદા 25 હજાર રૂપિયા છે. વરિષ્ઠ નાગરિક માતાપિતા માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ માટે, તમે 50 હજાર રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકો છો. તે ઉપરાંત વધારાના 5000 રૂપિયાની મર્યાદા સુધી આરોગ્ય તપાસવાની પણ મંજૂરી છે અને તેનાથી સમગ્ર મર્યાદામાં સામેલ છે.

સેક્શન 80DD
જો કોઈ વિકલાંગ વ્યક્તિની સારવાર માટે ખર્ચ કરી રહ્યા છો તો તમને આ સેક્શન અંતર્ગત ટેક્સ છૂટ મળી શકે છે. વિકલાંગ વ્યક્તિમાં માતાપિતા, પત્ની, બાળકો, ભાઈ અને બહેન હોઈ શકે છે જે સંબંધિત વ્યક્તિ પર આધારિત હોય છે. હિન્દુ અનડિવાઈડેડ ફેમિલી (HUF) કેસમાં, પરિવારમાંથી કોઈપણ હોઈ શકે છે. આ સેક્શન હેઠળ કુલ કપાતની મર્યાદા 1.5 હજાર રૂપિયા સુધીની છે.

સેક્શન 80E
સેક્શન 80E એજ્યુકેશન લોન પર વ્યાજમાં કપાત પ્રદાન કરે છે. આ પ્રકારની કપાતનો દાવો કરવા સાથે સંકળાયેલી મહત્ત્વપૂર્ણ શરતો એ છે કે, લોન કોઈ વ્યક્તિ અથવા તેના પતિ અથવા બાળકો દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે ( ભારત અથવા વિદેશમાં) બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી લીધેલી હોવી જોઈએ. કોઈ એક વર્ષથી આ કપાતનો દાવો કરી શકે છે જેમાં વર્ષથી લોન ચુકવવાનું શરૂ થાય છે અને આવતા 7 વર્ષ સુધી (એટલે ​​કે કુલ આકારણીના 8 વર્ષ) અથવા લોન ચુકવવા પહેલાં, જે પણ પહેલાં હોય.

સેક્શન 80EE
સેક્શન 80EE ઘરના માલિકોને હોમ લોન EMIના વ્યાજ પર 50 હજાર રૂપિયા (કલમ 24)ના વધારાના કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે. જો કે, લોન રૂ. 35 લાખથી વધુ ન હોવી જોઇએ અને મિલકતની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ. આ ઉપરાંત, કોઈ વ્યક્તિ પાસે લોન મંજૂરીના સમયે તેના નામે અન્ય કોઈ સંપત્તિ નોંધાયેલી હોવી જોઈએ નહીં.

સેક્શન 80G
સામાજિક લાભ માટે કામ કરતી સંસ્થાઓને દાન આપીને તમે 80G હેઠળ ટેક્સમાં છૂટનો ફાયદો ઉઠાવી શકો છો. ઇન્કમ ટેક્સની કલમ G૦G હેઠળ કોઈપણ વ્યક્તિ HUF અથવા કંપની કોઈપણ ફંડ અથવા ચેરિટેબલ સંસ્થાને આપેલા દાન પર ટેક્સ છૂટ મેળવી શકે છે. શરત એ છે કે તમે જે સંસ્થાને આ દાન કરો તે સરકાર પાસે રજિસ્ટર્ડ હોવી જરૂરી છે. કેટલાક કિસ્સાઓમાં કપાતના ક્લેમ 100% સુધી, કેટલાકમાં 50% સુધી અથવા કેટલાકમાં લિમિટ વગરના હોઈ શકે છે. દાન ચેક/ડ્રાફ્ટ દ્વારા અથવા રોકડમાં આપી શકાય છે. પરંતુ 2,000 રૂપિયાથી વધુની રકમ દાનમાં કર કપાતનો લાભ મળશે નહીં.

સેક્શન 80GG
જો તમને હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) નથી મળતું પરંતુ જો તમે કોઈ ભાડાંના મકાનમાં રહેતા હો તો પણ તમે આવકવેરા કાયદા, 1961ની કલમ 80GG હેઠળ ચૂકવેલા ભાડાં પર ટેક્સ છૂટ મેળવી શકો છો. સેક્શન 80GG હેઠળ વાર્ષિક 60,000 (દર મહિને 5,000 રૂપિયા)ની છૂટની મંજૂરી મળે છે. જો તમને (અથવા તમારી પત્ની/બાળક) પોતાનું ઘર ધરાવતા હોય તો તમને આ કલમનો લાભ નહીં મળે. આ વિભાગના લાભો માટે દાવો કરવા માટે તમારે 10BA ફોર્મ ભરવું પડશે.

સેક્શન 80TTA
આવકવેરા કાયદા, 1961ની કલમ 80TTA બચત ખાતાંના વ્યાજથી મેળવેલી આવક પર 10 હજાર સુધીની કપાત પૂરી પાડે છે. આ છૂટ વ્યક્તિઓ અને હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે ઉપલબ્ધ છે. જો બેંકના વ્યાજથી થતી આવક 10,000 રૂપિયા કરતાં ઓછી હોય તો પછી સંપૂર્ણ રકમ કાપવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, જો બેંકના વ્યાજથી થતી આવક 10 હજારથી વધુ હોય તો ત્યારપછીની રકમ જ કરપાત્ર રહેશે.

સેક્શન 80DDB
સેક્શન 80DDB હેઠળ તેના એક આશ્રિતની ગંભીર અને લાંબી માંદગીની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમ પર આવકવેરા કપાત મળે છે. કોઈ આવકવેરા ભરનાર તેના માતા-પિતા, બાળકો, આશ્રિત ભાઈ-બહેન અને પત્નીની સારવારમાં ખર્ચ કરેલી રકમના કપાતનો દાવો કરી શકે છે. આમાં કેન્સર, હિમોફીલિયા, થેલેસેમિયા અને એઇડ્સ જેવા રોગો સામેલ છે. સામાન્ય રીતે આ કપાત 40 હજાર રૂપિયા છે. સિનિયર સિટીઝનના કિસ્સામાં આ કપાત રૂ. 1 સુધી થઈ શકે છે. આ માટે, ડોક્ટર પાસેથી સર્ટિફિકેટ લેવાનું રહે છે.

સેક્શન 80CCD (1B)
જો તમે નેશનલ પેન્શન સ્કીમનો લાભ લીધો હોય તો તમે કલમ 80CCD (1B) હેઠળ 50 હજાર રૂપિયા સુધીના આવકવેરાનો લાભ મેળવી શકો છો. આ રીતે તમે સેક્શન 80 CCD (1B) અને 80C ભેગી કરીને કુલ 2 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...