તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • No Need To Worry If Your Driving License Or Registration Certificate Is About To Expire, It Will Now Be Valid Till June 30.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ડ્રાઈવિંગ લાઈસન્સ કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એક્સપાયર થવાની તૈયારીમાં છે તો ચિંતા કરવાની જરૂર નથી, હવે 30 જૂન સુધી માન્ય રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ અંગે આદેશ જારી કર્યો છે
  • 30 જૂન સુધી માન્ય રહેશે DL, RC

જો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ, કારનું ફિટનેસ સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અથવા પરમિટ એક્સપાયર થવાની તૈયારીમાં છે અથવા એક્સપાયર થઈ ગયા છે તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તે 30 જૂન 2021 સુધી માન્ય રહેશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ અંગે એક આદેશ જારી કર્યો છે.

30 જૂન સુધી માન્ય રહેશે DL, RC
સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં એક વખત ફરીથી કોરોનાવાઈરસ સંક્રમણ વધી રહ્યું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યા પ્રમાણે, આ તમામ સર્ટિફિકેટને કોરોના મહામારી અથવા લોકડાઉનના કારણે એક્સટેન્શન નથી થઈ શક્યું અને જે 1 ફેબ્રુઆરી 2020ના રોજ એક્સપાયર થઈ ગયા હતા તે હવે 30 જૂન 2021 સુધી માન્ય રહેશે.

તમામ રાજ્યોમાં આદેશ જાહેર
સરકારે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, આ ડોક્યુમેન્ટ્સને માન્ય ગણવામાં આવશે, જેનાથી ટ્રાન્સપોર્ટ સંબંધિત સેવાઓમાં કોઈ સમસ્યા ન આવે. માર્ગ અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે જેથી નાગરીકો, ટ્રાન્સોપર્ટર્સ અને તમામ ઓર્ગેનાઈઝેશન જે આ મુશ્કેલ સમયમાં સેવાઓ આપી રહ્યા છે તેમને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો
24 માર્ચ 2020ના રોજ દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી ત્યારે, ત્યારે જરૂરી વસ્તુઓ અને સેવાઓની આપૂર્તિ માટે માર્ગ અને પરિવહન મંત્રાલયે 30 માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020 અને 27 ડિસેમ્બર 2020ના રોજ એડવાઈઝરી જાહેર કરી હતી, જેમાં મંત્રલયે ગાડીઓને પરમિટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, RC જે 1 ફેબ્રુઆરી 2020ના રોજ એક્સપાયર થઈ ગયા છે તેમને 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવાનો આદેશ આથોરિટીને આપ્યો હતો. જેથી જરૂરી સેવાઓની આપૂર્તિમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે.

હવે દેશમાં ફરી એક વખત કોરોનાની બીજી લહેર આવી ગઈ છે, દરરોજ વધતા કેસને ધ્યાનમાં રાખતા મંત્રાલયે આ ડોક્યુમેન્ટ્સની માન્યતાને 30 જૂન 2021 સુધી વધારી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો