• Gujarati News
  • Utility
  • No Need To Worry If You Haven't Filed An ITR By December 31st, You Still Have A Chance

ટેક્સની વાત:જો તમે 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ નથી કર્યું તો ચિંતા કરવાની જરૂર નથી, હજી પણ તમારી પાસે તક છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી. પરંતુ ઘણા એવા લોકો છે જે ITR ફાઈલ નથી કરી શક્યા. જો તમે પણ હજી સુધી ફાઈલ નથી કર્યું તો લેટ ફીની સાથે 31 માર્ચ 2022 સુધી ITR ફાઈલ કરી શકો છો.

કેટલી લેટ ફી ચૂકવવી પડશે?
આવકવેરા કાયદાની કલમ 139(1) અંતર્ગત નક્કી સમય સુધી ITR ફાઈલ ન કરવા પર કલમ 234A અંતર્ગત દંડ વસૂલવામાં આવે છે. બિલેટેડ ITR 31 માર્ચ, 2022 સુધી 5 હજાર રૂપિયાના દંડની સાથે ફાઈલ કરી શકો છો. તેમજ જો કરદાતાની કુલ આવક 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે તો તેને એક હજાર રૂપિયા જ દંડ ચૂકવવો પડશે. આવક 2.50 લાખથી ઓછી હોય તો દંડ વિના રિટર્ન ફાઈલ કરી શકાય છે.

31 ડિસેમ્બર સુધી રિટર્ન ન ફાઈલ કરવાથી શું નુકસાન થાય છે?

  • તમે બિલેટેડ ITR ફાઈલ કરવાથી નોટિસથી તો બચી શકો છો પરંતુ નક્કી સમય એટલે કે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ન ફાઈલ કરવાથી ઘણા નુકસાન થાય છે. આવકવેરા નિયમોના અનુસાર, નિર્ધારિત તારીખ પહેલા ITR ફાઈલ કરવા પર તમે તમારા નુકસાનને આગામી વર્ષે કેરી ફોરવર્ડ કરી શકો છો. એટલે કે આગામી નાણાકીય વર્ષમાં તમે તમારી કમાણી પર ટેક્સ કરની જવાબદારી ઘટાડી શકો છો. પરંતુ હવે ITR ફાઈલ કરવાથી તેનો ફાયદો નહીં લઈ શકો.
  • ઘણા પ્રકારની ઈન્કમ ટેક્સ છૂટ તમને નથી મળતી. તેનાથી આવકવેરા કાયદાની કલમ-10A અને કલમ-10B અંતર્ગત મળતી છૂટ નહીં મળે. તેમજ કલમ 80IA, 80IAB, 80IC, 80ID અને 80IE અંતર્ગત મળતા છૂટનો લાભ પણ તમને નહીં મળે.
  • તે ઉપરાંત સમયસર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરવાને કારણે કરદાતાને આવકવેરા કાયદાની કલમ 80IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB અને 80RRB અંતર્ગત કપાતનો લાભ મળશે નહીં.