જો તમારે નોકરી માટે વારંવાર રાજ્ય બદલવું પડે છે તો હવે તમારે ગાડીને ટ્રાન્સફરને લઈને હેરાન નહીં થવું પડે. સરકારે નવા રાજ્યમાં ગાડીનું રજિસ્ટ્રેશન ફરીથી કરાવવાની જરૂરિયાતને દૂર કરવા માટે નવા રજિસ્ટ્રેશન માર્ક- ભારત સિરીઝ (BH-સિરીઝ) શરૂ કરી છે. 26 ઓગસ્ટે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનના અનુસાર, ભારત સિરીઝમાં નવી ગાડીઓનું રજિસ્ટ્રેશન થઈ શકશે.
અત્યારે શું થાય છે?
બીજા રાજ્યમાં ગાડી લઈ જવા પર મોટર વ્હીકલ એક્ટ 1988 અંતર્ગત એક વર્ષની અંદર ત્યાં તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ગાડીના માલિકને નવા રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે જૂના રાજ્યમાંથી NOC લેવી પડે છે. ત્યારબાદ તેને નવા રાજ્યમાં પ્રો રાટા બેસિસ પર રોડ ટેક્સ આપવો પડે છે. ફરીથી જૂના રાજ્યમાંથી રોડ ટેક્સ રિફંડ લેવું પડે છે, જેની પ્રોસેસ ઘણી કંટાળાજનક હોય છે.
કોણે ફાયદો મળશે?
ભારત સિરીઝમાં ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવાની સુવિધા ડિફેન્સ પર્સનલ, કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારના એમ્પ્લોય, સેન્ટ્રલ/સ્ટેટ PSU અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને સંસ્થાઓને સ્વૈચ્છિક રીતે આપવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની તે કંપનીઓ અને સંસ્થાઓના કર્મચારી આ સુવિધા લઈ શકે છે જેમની ઓફિસ ચાર અથવા વધારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.
રોડ ટેક્સ કેવી રીતે લાગશે?
BH સિરીઝની ગાડીઓ પર એક વખતમાં બે વર્ષનો રોડ ટેક્સ લાગશે. આગળ પણ તે બે વર્ષના હિસાબથી વૂસલવામાં આવશે. 14 વર્ષ પૂરા થયા બાદ રોડ ટેક્સ વાર્ષિક વસૂલવામાં આવશે. એટલે કે અગાઉ ચૂકવવામાં આવતા ટેક્સની અડધી રકમ ચૂકવવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.