સુવિધા:ગેસ કનેક્શન માટે હવે એજન્સીના ધક્કા નહીં ખાવા પડે, એક મિસ્ડ કોલથી કનેક્શન મળી જશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવું LPG ગેસ કનેક્શન લેવા માટે હવે તમારે ગેસ એજન્સીના ધક્કા નહીં ખાવા પડે. હવે માત્ર એક મિસ્ડ કોલ કરીને તમને LPG કનેક્શન મળી જશે. સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC)એ LPG કનેક્શન માટે નવી સુવિધા શરૂ કરી છે.

કોણે મળશે કનેક્શન?
હવે એક મિસ્ડ કોલ દ્વારા ઈન્ડેન (Indane)નું કનેક્શન લઈ શકાય છે. તેના માટે તમારે 8454955555 પર મિસ્ડ કોલ કરવો પડશે. ત્યારબાદ ઈન્ડેન તમારો સંપર્ક કરશે. કનેક્શન માટે તમારે એડ્રેસ પ્રૂફ માટે ડોક્યુમેન્ટ અને આધારની જાણકારી આપવી પડશે.

LPG સિલિન્ડરના બુકિંગ પર 2700 રૂપિયા સુધીનું કેશબેક મળશે, સિલિન્ડર બુક કરીને મહિના પછી પેમેન્ટનો ઓપ્શન પણ મળશે

એક મિસ્ડ કોલથી બુક કરી શકશો સિલિન્ડર
વર્તમાન ઈન્ડેન ગ્રાહકો પોતાના રજિસ્ટર્ડ ફોન નંબરથી 8454955555 પર મિસ્ડ કોલ કરીને રિફિલ પણ બુક કરાવી શકે છે. એક જ નંબર પર નવું કનેક્શન લેવા અને રિફિલ બુક કરાવવાની સુવિધા મળશે.

એડ્રેસ પ્રૂફ વગર નવું કનેક્શન મળશે
LPG ગેસ કનેક્શન માટે હવે તમારે એડ્રેસ પ્રૂફની જરૂર નહીં પડે. નવા નિયમ અંતર્ગત જો પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન અથવા કોઈપણ બીજા સંબંધીઓના નામ પર પહેલાથી જ કોઈ ગેસ કનેક્શન લીધું છે તો પરિવારના બીજા સભ્યો પણ આ એડ્રેસનો ફાયદો લઈ શકે છે.

આ એડ્રેસને વેરિફાઈ કરાવવું પડશે. પરિવારમાં જે ઓઈલ માર્કેટિંગ કંપનીનો ગેસ સિલિન્ડર આવે છે, તેની ગેસ એજન્સીમાં જવું પડશે અને અગાઉના ગેસ કનેક્શન સાથે સંબંધિત ડોક્યુમેન્ટ આપવા પડશે. વેરિફિકેશન બાદ નવું ગેસ કનેક્શન મળી જશે.