• Gujarati News
  • Utility
  • No Need To Pay Processing Fee On Home Loan From Punjab National Bank, Offer Can Be Availed Till September 30

બેંકિંગ:પંજાબ નેશનલ બેંકમાંથી હોમ લોન લેવા પર પ્રોસેસિંગ ફી નહીં ચૂકવવી પડે, 30 સપ્ટેમ્બર સુધી ઓફરનો ફાયદો ઉઠાવી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંજાબ નેશનલ બેંક ગ્રાહકો માટે ખાસ ઓફર લઈને આવી છે. આ ઓફર અંતર્ગત 30 સપ્ટેમ્બર સુધી હોમ લોન પર પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જ નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક તેના ગ્રાહકોને માત્ર 6.80%ના દરે હોમ લોન આપી રહી છે.

6.80% વ્યાજ દર પર લોન આપી રહી છે
પંજાબ નેશનલ બેંકના હોમ લોનના વ્યાજ દર 6.80%થી શરૂ થાય છે. તે સિવાય બેંક પ્રોસેસિંગ અને ડોક્યુમેન્ટેશન ચાર્જ તરીકે હોમ લોનના 0.50% ચાર્જ વસૂલે છે. જે 30 સપ્ટેમ્બર સુધી લોન માટે અપ્લાય કરવા પર નહીં આપવા પડે.

SBI પણ ખાસ ઓફર આપી રહી છે
SBIએ હોમ, પર્સનલ, કાર અને ગોલ્ડ લોન પર પણ પ્રોસેસિંગ ફી ન લેવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય SBIએ ગોલ્ડ લોન પર 0.50% અને કાર લોન પર 0.25% ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. કાર લોન પર છૂટનો લાભ લેવા માટે તમારે યોનો એપથી અપ્લાય કરવાનું રહેશે.

હવે તમને ગોલ્ડ લોન અને કાર લોન 7.50% વ્યાજ દર પર મળશે. તે સિવાય કોરોના વોરિયરને પર્સનલ લોન પર 0.50%નું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. SBI 6.70% વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે.

લોન લેવા માટે આ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય છે

  • ID પ્રૂફઃ PAN/પાસપોર્ટ/ડ્રાઈવિંગ લાયસન્સ/વોટર ID કાર્ડ
  • એડ્રેસ પ્રૂફઃ હાલનું ટેલિફોન બીલ/વીજળી બીલ/પાણીનું બીલ/ગેસ કનેક્શનની કોપી અથવા પાસપોર્ટ/ડ્રાઈવિંગ લાયસન્સ/ આધાર કાર્ડની કોપી
  • મિલકતના દસ્તાવેજો: બાંધકામ પરમિટ, ઓક્યુપેન્સી સર્ટિફિકેટ, અપ્રૂવ્ડ પ્રોજેક્ટની કોપી, ચૂકવણીની રસીદો વગેરે.
  • અકાઉન્ટ સ્ટેટમેન્ટઃ છેલ્લા 6 મહિનાનું બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ અને છેલ્લા એક વર્ષની લોન અકાઉન્ટ સ્ટેટમેન્ટ (વેગેરે લાગુ હોય તો)
  • ઈન્કમ પ્રૂફ (નોકરી કરતા લોકો માટે)ઃ છેલ્લા 3 મહિનાની સેલરી સ્લિપ/સેલરી સર્ટિફિકેટ અને છેલ્લા 2 વર્ષ માટે ફોર્મ 16ની એક કોપી/છેલ્લા 2 ફાઈનાન્શિયલ યર માટે ઈન્કમ ટેક્સ રિટર્નની કોપી.
  • આવકનો પુરાવો (સ્વ-રોજગાર માટે)ઃ બિઝનેસ એડ્રેસ પ્રૂફ, છેલ્લા 3 વર્ષનું ઈન્કમ ટેક્સ રિટર્ન, બેલેન્સ શીટ, બિઝનેસ લાયસન્સ અને TDS સર્ટિફિકેટ (ફોર્મ 16 A,વગેરે લાગુ)ની જાણકારી આપવી પડશે.