તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • NMDC Apprentice Recruitment 2021: 59 Vacancies For Apprentice Posts, National Mineral Development Corporation Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:NMDC લિમિટેડે એપ્રેન્ટિસની જગ્યા માટે નોટિફિકેશન જાહેર કર્યું, 15 જૂન સુધીમાં અપ્લાય કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી 59 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • કેન્ડિડેટ્સ પાસે માન્ય યુનિવર્સીટી કે સંસ્થામાંથી ડીપ્લોમા/ડિગ્રી/ITIનું સર્ટિફિકેટ હોવું જોઈએ

નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NMDC)એ ટ્રેની (એપ્રેન્ટિસ)ની અલગ-અલગ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 15 જૂન સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ nmdc.co.in પર અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી 59 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

લાયકાત
કેન્ડિડેટ્સ પાસે માન્ય યુનિવર્સીટી કે સંસ્થામાંથી ડીપ્લોમા/ડિગ્રી/ITIનું સર્ટિફિકેટ હોવું જોઈએ. જે કેન્ડિડેટ્સને ડીપ્લોમા/ડિગ્રી કે ITI કર્યાને 3 વર્ષ થઈ ગયા હોય તેઓ આ ભરતી માટે યોગ્ય નથી.

સેલરી
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસને દર મહીને 20 હજાર રૂપિયા, ટેક્નીશિયન એપ્રેન્ટિસને 16 હજાર રૂપિયા અને ટ્રેડ એપ્રેન્ટિસને 10 હજાર રૂપિયા દર મહીને સ્ટાઈપેંડ તરીકે આપવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 59

જગ્યાસંખ્યા
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ16
ટેક્નીશિયન એપ્રેન્ટિસ13
સિસ્ટમ એડમિનિસ્ટ્રશન આસિસ્ટન્ટ30

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લાયકાતને આધારે બનાવવામાં આવેલા મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે પોતાનો રિઝ્યુમ ઈ-મેલ ID bld5hrd@nmdc.co.in પર મોકલી શકે છે. વધારે જાણકારી માટે અપ્લાય કરતા પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લો.