તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • NLC Apprentice Recruitment 2021: 1500 Vacancies For Apprentice Posts, Northern Coalfields Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:નોર્ધર્ન કોલફીલ્ડ્સ લિમિટેડે એપ્રેન્ટિસની 1500 જગ્યા પર ભરતી માટે અરજી માગી, 9 જુલાઈ સુધી ધોરણ 10-12 કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકશે

7 દિવસ પહેલા
  • ઉમેદવારનું સિલેક્શન મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે
  • અપ્લાય કરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ ફી નહીં ચૂકવવી પડે

નોર્ધર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ (NCL)એ એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 1500 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ 8 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 9 જુલાઈ સુધી ઓનલાઇન અપ્લાય કરી શકે છે.

લાયકાત
ઉમેદવાર ધોરણ 8/10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સ પાસે ITI સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.

ઉંમર
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 16થી 24 વર્ષની અંદર હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
પ્રોસેસ શરુ થયાની તારીખ: 8 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 9 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારનું સિલેક્શન મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
અપ્લાય કરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ ફી નહીં ચૂકવવી પડે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

અન્ય સમાચારો પણ છે...