• Gujarati News
  • Utility
  • NIMHANS Sarkari Naukri |Scientific Officer & Other Recruitment 2021: 275 Vacancies ForScientific Officer & Other Posts, National Institute Of Mental Health And Neurosciences Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:નર્સિંગ ઓફિસર સહિત વિવિધ 275 પદો માટે NIMHANSની ભરતી, 28 જૂન સુધી અરજી કરી શકાશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસની રિક્રુટમેન્ટ ડ્રાઈવના માધ્યમથી 275 પદો પર ભરતી કરવામાં આવશે
  • પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 35,400 રૂપિયાથી 67,700 રૂપિયા સેલરી મળશે

NIMHANS (નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસ)એ સાયન્ટિફિક ઓફિસર, નર્સિંગ ઓફિસર સહિતના વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ www.nimhans.ac.inનાં માધ્યમથી અરજી કરી શકે છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવના માધ્યમથી 275 પદો પર ભરતી કરવામાં આવશે. તેના માટે એપ્લિકેશન પ્રોસેસ 28 જૂન સુધી કાર્યરત રહેશે.

પદોની સંખ્યા: 275

પદસંખ્યા
MR ચિલ્ડ્રન માટે ટીચર (ક્લિનિકલ સાયકોલોજી)1
સીનિયર સાયન્ટિફિક ઓફિસર (ન્યૂરોમસ્ક્યુલર)1
જૂનિયર સાયન્ટિફિક ઓફિસર- સબ સ્પેશ્યાલિટી બ્લોક1
સીનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટ (હ્યુમન જિનેટિક્સ)1
કમ્પ્યુટર પ્રોગ્રામર1
નર્સિંગ ઓફિસર266
સ્પીચ થેરપિસ્ટ અને ઓડિયોલોજીસ્ટ3

અસિસ્ટન્ટ ડાયટીશિય

1

યોગ્યતા

આ પદો માટે અરજી કરનારા ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની PhDની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય MS અથવા MD ડિગ્રી હોલ્ડર પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.

વય મર્યાદા
વિવિધ પદો માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 30થી 40 વર્ષની હોવી જોઈએ. વય મર્યાદા સંબંધિત વિસ્તૃત માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 27 મે
અરજી કરવાની છેલ્લી તારીખ: 28 જૂન

સેલરી
આ પદો માટે સિલેક્ટ થનારા ઉમેદવારોને દર મહિને 35,400 રૂપિયાથી 67,700 રૂપિયા સેલરી મળશે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદો માટે નીચે આપેલા એડ્રેસ પર લેખિતમાં અરજી કરી શકે છે:

સરનામું: ડાયરેક્ટર, NIMHANS, P.B.No.2900, હોસુર રોડ, બેંગલોર - 560029