• Gujarati News
  • Utility
  • NIELIT Announces Recruitment For The Post Of Scientist And Assistant Scientist, Apply Before 9th July

સરકારી નોકરી:NIELITએ સાયન્ટિસ્ટ અને આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટની જગ્યા પર ભરતી જાહેર કરી, 9 જુલાઈ પહેલાં અપ્લાય કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી(NIELIT)એ સાયન્ટિસ્ટ ‘B’ અને આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ ‘A’ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 9 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 81 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે સંબંધિત વિષયમાં Msc/Sca/BE/BTech ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

ઉંમર
ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

સિલેકશન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને પે મેટ્રિક્સના લેવલ 6 અને લેવલ 10 પ્રમાણે સેલરી આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ: 800 રૂપિયા
આરક્ષિત વર્ગ: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ apply-delhi.nielit.gov.in પર 9 જુલાઈ સુધી ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે.