• Gujarati News
  • Utility
  • Virtual Travel Remains A Topic Of Discussion In The Coronary, What Is Virtual Travel? Learn 5 Ways

કોરોનાકાળમાં વર્ચ્યુઅલ ટ્રાવેલિંગ:ઘરેબેઠા આખી દુનિયા ફરવા માટેની નવી રીત, જાણો ઓનલાઈન ટૂરની 5 રીત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન વિઝિટર બનીને તમે વર્ચ્યુઅલ ટ્રાવેલની મજા માણી શકો છો
  • ગૂગલ સ્ટ્રીટ વ્યૂ, VR ટ્રાવેલ એપ અને ડિઝની વર્લ્ડ છે બેસ્ટ ઓનલાઈન પ્લેટફોર્મ

કોરોનાની અસર આપણા સ્વાસ્થ્યની સાથે હરવા-ફરવા પર પણ પડી છે. ફેડરેશન ઓફ એસોસિએશન ઈન ઈન્ડિયન ટૂરિઝ્મ એન્ડ હોસ્પિટાલિટી (FAITH)ના અનુસાર, માત્ર ટૂરિઝ્મ સેક્ટરને 15 લાખ કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. કેટલીક ટ્રાવેલ એજન્સીઓએ તેને ટ્રેક પર લાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ફોર્મ્યુલા પણ અપનાવ્યો છે, પરંતુ તે સફળ નથી થયો.

આવી સ્થિતિમાં ટ્રાવેલ કંપનીઓએ વર્ચ્યુઅલ ટ્રાવેલિંગની નવી રીત રજૂ કરી છે. કંપનીઓનું માનવું છે કે, તેના દ્વારા ટૂરિઝ્મ વધશે અને તેમને થઈ રહેલા નુકસાનની ભરપાઈ તેઓ કરી શકશે.

વર્ચ્યુઅલ ટ્રાવેલિંગ શું છે?
વર્ચ્યુઅલ ટ્રાવેલિંગનો અર્થ ઘરેબેઠા દેશ-દુનિયા ફરવું. તમે તમારા મોબાઈલ, સ્માર્ટ ટીવી અને લેપટોપ દ્વારા દુનિયાની કોઈપણ જગ્યાનો લાઈવ વ્યુ જોઈ શકો છો. તેના દ્વારા ગાઈડ ડિજિટલી ઈક્વિપ્ડ થઈને તમને જગ્યાઓનું લાઈવ-વ્યૂ આપે છે. તે ઉપરાંત તે જગ્યાએ વિશેની વિશિષ્ટતાઓ અંગે પણ જાણકારી આપે છે.

વર્ચ્યુઅલ ટ્રાવેલિંગ કેવી રીતે કરવું?
ઓનલાઈન વિઝિટર બનીને તમે વર્ચ્યુઅલ ટ્રાવેલિંગની મજા માણી શકો છો. મોબાઈલ પર એવી ઘણી એપ છે, જે વર્ચ્યુઅલ ટ્રાવેલિંગને સરળ બનાવે છે. ​​​​​​​

જાણો વર્ચ્યુઅલ ટ્રાવેલિંગ કરવાની 5 ખાસ રીત

1. ડિઝની વર્લ્ડ દ્વારા
ડિઝની વર્લ્ડ વર્ચ્યુઅલ ટ્રાવેલિંગની સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે. તે સામાન્ય રીતે બાળકોની ટૂર અને ટ્રાવેલ સાઈટ્સને તેની વેબસાઈટ પર ઓફર કરે છે. તમે તેની વેબસાઈટ પર સાઈન-અપ કરીને વર્ચ્યુઅલ ટ્રાવેલિંગ એક્સેસ કરી શકો છો. ​​​​​​​

2. ઓનલાઈન મ્યુઝિયમ વિઝિટ
બ્રિટિશ મ્યુઝિયમ લંડન સહિત દુનિયાના ઘણા મ્યુઝિયમમાં તમે ઓનલાઈન વિઝિટ કરી શકો છો. ત્યાં હાજર ગાઈડ વેબકેમ દ્વારા તમને તેની વિશિષ્ટતાઓ વિશે જણાવશે. ટૂર કંપની ટ્રાવેલ લેઝર તેની વેબસાઈટ પર આ સુવિધા આપી રહી છે. ​​​​​​​

3. ગૂગલ સ્ટ્રીટ વ્યૂ
ગૂગલ સ્ટ્રીટ વ્યૂથી તમે દુનિયાના કોઈપણ માર્કેટ અને ટૂરિઝ્મ સાઈટને ઘરેબેઠા વિઝિટ કરી શકો છો. તેના માટે તમારે માત્ર એક સારા ફોનવી અને સારા ઈન્ટરનેટ નેટવર્કની જરૂર પડશે. આ એપ એન્ડ્રોઈડ અને IOS પર ઉપલબ્ધ છે. ​​​​​​​

4. VR ટ્રાવેલ એપ દ્વારા
VR ટ્રાવેલિંગની ઘણી મોબાઈલ એપ્લિકેશન ઉપલબ્ધ છે. તેને એન્ડ્રોઈડ અને IOS પર ડાઉનલોડ કરી શકાય છે. તમે તેને ડાઉનલોડ કરીને 3D વ્યૂમાં દુનિયાના 10 હજાર ટ્રાવેલ અને ટૂરિસ્ટ પ્લેસ વિઝિટ કરી શકો છો.

5. ઓનલાઈન હોટેલ, ઝૂ અને પાર્ક વિઝિટ
દુનિયામાં એવી ઘણી હોટેલ, પાર્ક અને ઝૂ છે જ્યાં વ્યક્તિએ લાઈફમાં એક વાર જરૂરથી મુલાકાત લેવી જોઈએ. એવી ઘણી વેબસાઈટ્સ છે જે ઓનલાઈન હોટેલ, ઝૂ અને પાર્ક વિઝિટ કરાવી રહી છે. તમે ઘરે બેઠા ઓછા પૈસાનો ખર્ચ કરીને તમે તમારી ઈચ્છા પૂરી કરી શકો છો.

વર્ચ્યુઅલ ટ્રાવેલિંગને આ રીતે એક્સસ કરો
વર્ચ્યુઅલ ટ્રાવેલિંગ એક નવો કોન્સેપ્ટ છે. તેને એક્સેસ કરવા માટે ઘણી મોબાઈલ એપ અને વેબસાઈટ છે. તમે એપ ડાઉનલોડ કરી અથવા વેબસાઈટ પર જઈને તેના માટે રજિસ્ટ્રેશન કરી શકો છો. તેમાં રજિસ્ટ્રેશ કરવાની પ્રોસેસ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ ઓપન કરવા જેટલી સરળ છે.

અન્ય સમાચારો પણ છે...