• Gujarati News
  • Utility
  • New Variants Of Kovid Found In Rajasthan And UP, WHO Announces Variant Of Interest, Find Out The Answer To Every Question Related To Kappa

ડેલ્ટા, લેમ્બ્ડા અને હવે કપ્પાનું જોખમ:રાજસ્થાન અને યુપીમાં કોવિડના નવા વેરિયન્ટ મળ્યા, WHOએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યો, જાણો કપ્પા સાથે સંબંધિત દરેક સવાલના જવાબ

2 વર્ષ પહેલા

કોરોના વાયરસ સતત નવા નવા વેરિયન્ટ દ્વારા સાયન્સ અને સાયન્ટિસ્ટને પડકાર આપી રહ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના વધતા કેસોની વચ્ચે દેશમાં હવે કોરોનાના કપ્પા વેરિયન્ટ (Kappa variant)ના સાત કેસ મળ્યા છે. આ કેસ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં જોવા મળ્યા છે. ડેલ્ટાની જેમ કપ્પા પણ કોરોના વાયરસનો ડબલ મ્યૂટન્ટ છે.

રાજસ્થાનની રાજધાની જયપુરની એસએમએસ મેડિકલ કોલેજ દિલ્હીની એક લેબ અને પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં જીનોમ સિક્વન્સિંગ એટલે કે વેરિયન્ટની ઓળખ કરવા માટે કોરોનાના પોઝિટિવ સેમ્પલ મોકલે છે. આ સંદર્ભમાં બીજી લહેર દરમિયાન 174 સેમ્પલ મોકલવામાં આવ્યાં હતાં. એમાંથી 166 સેમ્પલ ડેલ્ટા વેરિયન્ટના અને પાંચ કપ્પા વેરિયન્ટના મળી આવ્યા.

આવી જ રીતે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજમાં 109 સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં 107 સેમ્પલ ડેલ્ટા પ્લસ અને બે સેમ્પલ કપ્પા વેરિયન્ટના મળી આવ્યા. ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને લેમ્બ્ડા બાદ હવે કપ્પા નામના આ નવા વેરિયન્ટેે અથવા તો એમ કહો કે કોરોના વાયરસના આ નવા સ્વરૂપે લોકોની ચિંતા વધારી દીધી છે.

જાણો કપ્પા વેરિયન્ટ સાથે સંબંધિત તમામ જરૂરી સવાલના જવાબ...

Q. કોરોના વાયરસનો કપ્પા વેરિયન્ટ શું છે?
કપ્પા વેરિયન્ટ કોરોના વાયરસના ડબલ મ્યૂટન્ટ વેરિયેશન એટલે કે બે ફેરફરોથી બન્યો છે. એને B.1.617.1ના નામથી પણ ઓળખવામાં આવે છે. વાયરસના આ બે મ્યૂટેશન્સને E484Q અને L453Rના વૈજ્ઞાનિક નામથી ઓળખવામાં આવે છે.

Q. શું આ કોરોનાનો નવો વેરિયન્ટ છે? એ પહેલી વખત ક્યારે મળ્યો હતો?
કપ્પા વેરિયન્ટ કોરોના વાયરસના કોઈ નવો વેરિયન્ટ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુસાર, કપ્પા વેરિયન્ટ ભારતમાં પહેલી વખત ઓક્ટોબર 2020માં ઓળખવામાં આવ્યો હતો. કપ્પા સિવાય ડેલ્ટા વેરિયન્ટ પણ સૌથી પહેલા ભારતમાં મળ્યો હતો. WHOએ તેને 4 એપ્રિલ 2021ના રોજ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યો હતો.

Q. કોરોનાનો કપ્પા વેરિયન્ટ કેટલો ઘાતક છે અથવા ઝડપથી ફેલાતો મ્યૂટન્ટ છે?
કપ્પા વેરિયન્ટને WHOએ ‘વેરિયન્ટ ઓફ કન્સર્ન’ની જગ્યાએ ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ જાહેર કર્યો છે. WHOની વર્કિંગ ડેફિનેશન અથવા વ્યાખ્યા અનુસાર, કોરોના વાયરસના વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ એક એવું વેરિયન્ટ છે, જેને આ જિનેટિક ફેરફાર વિશે પહેલાંથી જ ખબર હોય છે, એટલે કે આ ફેરફાર સામાન્ય રીતે સ્વાભાવિક હોય છે. એના દ્વારા વાયરસને ફેલાવા, એનાથી થતી બીમારીની ગંભીરતા, મનુષ્યની ઈમ્યુન સિસ્ટમને છેતરવાની ક્ષમતા અથવા તપાસ અને દવાઓથી બચવાની તાકાત વગેરે વિશે ખબર હોય છે.

જોકે WHOની વેબસાઈટના અનુસાર, આ વેરિયન્ટ ઘણા દેશોમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન અથવા કોરોના કેસોને ક્લસ્ટર બનાવવા માટે જવાબદાર હોઈ શકે છે. ઉત્તરપ્રદેશના એડિશનલ ચીફ સેક્રેટરી (હેલ્થ) અમિત મોહન પ્રસાદ અનુસાર, કોરોનાના આ વેરિયન્ટ (કપ્પા)ને લઈને ચિંતા કરવાની જરૂર નથી. એ કોરોનાનો એક સામાન્ય વેરિયન્ટ છે અને એની સારવાર શક્ય છે.

Q. શું કપ્પા વેરિયન્ટની સામે કોરોના વેક્સિન અસરકારક છે?
કપ્પા વેરિયન્ટમાં L453R મ્યૂટેશન છે, એવું કહેવાતું હતું કે આપણી રોગપ્રતિરોધક ક્ષમતા પર પણ આ વેરિયન્ટને અસર નહીં કરી શકે, પરંતુ એને લઈને અત્યારે રિસર્ચ ચાલુ છે અને આ દાવાને સાબિત અથવા નામંજૂર કરવા માટે નક્કર ડેટા ઉપલબ્ધ નથી.

જોકે ICMRએ તાજેતરમાં કહ્યું હતું કે ભારત બાયોટેકની કોવેક્સિન કપ્પા વેરિયન્ટની વિરુદ્ધ અસરકારક છે તેમજ ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પણ જૂનમાં કહ્યું હતું કે કોવિશીલ્ડ પણ કપ્પા વેરિયન્ટથી બચાવે છે. અત્યારે ભારતમાં મોટા ભાગના લોકોને કોવેક્સિન અને કોવિશીલ્ડ જ લગાવવામાં આવી રહી છે.

Q. કપ્પા વેરિયન્ટથી કેવી રીતે બચી શકાય છે?
કોરોના વાયરસના બાકીના તમામ વેરિયન્ટ્સની જેમ કપ્પા વેરિયન્ટથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનિટાઈઝેશનનું કડક પાલન કરવું જોઈએ. કોઈપણ જરૂરી કામ વગર ઘરની બહાર ન જવું. ભીડભાડવાળી જગ્યાએ ન જવું અને પહેલી તક મળતાં જ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લેવા.

Q. શું વેક્સિનનો સિંગલ ડોઝ લેનારા લોકોને કપ્પા વેરિયન્ટની અસર નહીં થાય?
પ્રખ્યાત સાયન્સ મેગેઝિન નેચરમાં પબ્લિશ ફ્રાન્સની પાશ્ચર ઈન્સ્ટિટ્યૂટના તાજેતરના રિસર્ચના અનુસાર, કોરોના વેક્સિનના એક ડોઝથી વાયરસના બીટા અને ડેલ્ટા વેરિયન્ટ પર સામાન્ય રીતે અસર નહીં થાય.

આ રિસર્ચ એક્સ્ટ્રાજેનેકા અને ફાઈઝર-બાયોએનટેક વેક્સિન લેનારા લોકો પર કરવામાં આવ્યું. ભારતમાં એસ્ટ્રાજેનેકા વેક્સિન કોવિશીલ્ડ નામથી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનાવવામાં આવી રહી છે.

રિસર્ચના અનુસાર, એક ડોઝ લેનારા માત્ર 10% લોકો આલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટને નિષ્ફળ કરી શકશે તેમજ આ બંનેમાંથી કોઈ એક વેક્સિનના બંને ડોઝ લીધેલા 95% લોકોએ ડેલ્ટા અને બીટા વેરિયન્ટને નિષ્ફળ કરી દીધા. હવે કપ્પા પણ ડેલ્ટાની જેમ ડબલ મ્યૂટન્ટ છે એટલે કે વાયરસ સાથે આ વેરિયન્ટે પોતાનામાં બે ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં એવું માની શકાય છે કે કોરોના વેક્સિનનો એક ડોઝ કપ્પા પર વધારે અસરકારક નહીં હોય. સારું રહેશે કે લોકો વહેલી તકે વેક્સિનના ડબલ ડોઝ લઈ લો.

અન્ય સમાચારો પણ છે...