• Home
  • Utility
  • New timetable for 10th and 12th standard board exams announced, exams will be held between 1st July to 15th July

CBSE બોર્ડ / 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાનું નવું ટાઇમ ટેબલ જાહેર થયું, 1 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે પરીક્ષા લેવાશે

X

  • બોર્ડે સ્પષ્ટ કર્યું કે, 83 વિષયોમાંથી માત્ર 29 વિષયોની પરીક્ષાઓ થશે, આ એ જ વિષયો હશે જે ગળના વર્ગમાં જવા માટે જરૂરી છે
  • ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ સિવાય દેશમાં હવે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં

દિવ્ય ભાસ્કર

May 18, 2020, 06:59 PM IST

લોકડાઉનને કારણે મુલતવી રાખવામાં આવેલી CBSEના 10મા અને 12મા ધોરણના બાકીના વિષયોની પરીક્ષાનું ટાઇમ ટેબલ બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. બોર્ડે પહેલેથી જ જણાવ્યું હતું કે, હવે વધેલા બાકીના 83 વિષયોની નહીં પરંતુ ફક્ત 29 વિષયોની પરીક્ષા લેવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાને એક ટ્વીટ કરીને કહ્યું કે, તમારી સાથે #CBSE 10મા ધોરણની બાકીની પરીક્ષાઓની ડેટ જાહેર કરી રહ્યો છું. આ પરીક્ષાઓ માત્ર ઉત્તર પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે જ હશે. હું તમને આગામી પરીક્ષાઓ માટે શુભેચ્છા પાઠવું છું.

ટ્વીટ કરીને જાણકારી આપી

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન નિશંકે કહ્યું કે, પ્રિય વિદ્યાર્થીઓ હું #CBSEની 12મા ધોરણની બાકી પરીક્ષાઓની ડેટ શીટ તમારા બધા સાથે શેર કરું છું. હું તમને આગામી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું.

દેશભર અને દિલ્હીના 29 વરિષયોની પરીક્ષાઓ બાકી

કોરોનાને કારણે દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીબીએસઇએ 83 વિષયોની પરીક્ષાઓ અટકાવી દીધી હતી. બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે, આ 83 વિષયોમાંથી માત્ર 29 વિષયોની પરીક્ષાઓ લેવાશે. આ એ જ વિષયો હશે જે આગળના વર્ગમાં જવા માટે જરૂરી છે.

ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષા આપશે

CBSEના 10મા ધોરણની બોર્ડની પરીક્ષાને લઈને પણ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ હતી. ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ સિવાય દેશમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. CAA અને NRCના વિરોધ દરમિયાન ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસાને કારણે પરીક્ષાઓ મોકૂફ રાખવી પડી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, તમામ રાજ્યોમાં 10મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં દસમા ધોરણના બાકીના વિષયોની પરીક્ષાઓ ટૂંક સમયમાં લેવામાં આવશે.

ક્યારે કઈ પરીક્ષા?

ધોરણ 10

તારીખ

દિસ સબ્જેક્ટ કોડ સબ્જેક્ટ
01 જુલાઈ બુધવાર 087 સોશિયલ સાયન્સ
02 જુલાઈ ગુરુવાર

086

090

સાયન્સ થિયરી

સાયન્સ પ્રેક્ટિકલ વગર

10 જુલાઈ શુક્રવાર

002

085

હિંદી કોર્સ - A

હિંદી કોર્સ - B

15 જુલાઈ બુધવાર

101

184

ઇંગ્કોલિશ ર્સ - A

ઇંગ્લિશ કોર્સ - B

ધોરણ 12

તારીખ

દિવસ સબ્જેક્ટ કોડ સબ્જેક્ટ એરિયા
01 જુલાઈ બુધવાર 064 હોમ સાયન્સ દેશભરમાં
02 જુલાઈ ગુરુવાર 002 હિંદી ઇલેક્ટિવ દેશભરમાં
302 હિંદી કોર દેશભરમાં
03 જુલાઈ શુક્રવાર 042 ફિઝિક્સ ઉત્તર-પૂર્વ દિલ્હી
04 જુલાઈ શનિવાર 055 અકાઉન્ટન્સી ઉત્તર-પૂર્વ દિલ્હી
06 જુલાઈ સોમવાર 043 કમેસ્ટ્રી ઉત્તર-પૂર્વ દિલ્હી
07 જુલાઈ મંગળવાર 065 ઇકોનોમિક્સ પ્રે. (ન્યૂ) દેશભરમાં
083 કમ્પ્યૂટર સાયન્સ (ન્યૂ) દેશભરમાં
265 ઇકોનોમિક્સ પ્રે. (ઓલ્ડ) દેશભરમાં
283 કમ્પ્યૂટર સાયન્સ (ઓલ્ડ) દેશભરમાં
802 ઇન્ફોર્મેશન (ટેક.) દેશભરમાં
08 જુલાઈ બધુવાર 001 ઇંગ્લિશ ઇલેક્ટિવ - N ઉત્તર-પૂર્વ દિલ્હી
101 ઇંગ્લિશ ઇલેક્ટિવ  - C ઉત્તર-પૂર્વ દિલ્હી
301 ઇંગ્લિશ કોર ઉત્તર-પૂર્વ દિલ્હી
09 જુલાઈ ગુરુવાર 054 બિઝનેસ સ્ટડી દેશભરમાં
10 જુલાઈ શુક્રવાર 045 બાયોટેક્નોલોજી દેશભરમાં
11 જુલાઈ શનિવાર 029 જિયોગ્રાફી દેશભરમાં
13 જુલાઈ સોમવાર 039 સોશિયોલોજી દેશભરમાં
14 જુલાઈ મંગળવાર 028 પોલિટિકલ સાયન્સ ઉત્તર-પૂર્વ દિલ્હી
15 જુલાઈ બુધવાર 041 મેથ્સ ઉત્તર-પૂર્વ દિલ્હી
030 ઇકોનોમિક્સ ઉત્તર-પૂર્વ દિલ્હી
027 હિસ્ટ્રી ઉત્તર-પૂર્વ દિલ્હી
044 બાયોલોજી ઉત્તર-પૂર્વ દિલ્હી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી