• Gujarati News
  • Utility
  • New Schedule For May Session Exam Announced, Entrance Exam To Be Taken From 26th August To 2nd September

JEE Main 2021:મે સેશનની પરીક્ષા માટે નવું શેડ્યુલ જાહેર, 26 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
20 જુલાઈ સુધી ચોથા ફેઝની એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે - Divya Bhaskar
20 જુલાઈ સુધી ચોથા ફેઝની એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે
  • કેન્ડિડેટ્સની માગ અને તેમના સારા પર્ફોમન્સને ધ્યાનમાં રાખીને ત્રીજા અને ચોથા ફેઝની પરીક્ષા વચ્ચે ચાર અઠવાડિયાંનો ગેપ રાખ્યો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ એન્જિનિયરિંગ એક્ઝામ JEE Main 2021ના ચોથા ફેઝની તારીખમ ફેરફાર કર્યા છે. રિવાઈઝ્ડ શેડ્યુલ પ્રમાણે, હવે મે સેશનની પરીક્ષા 26, 27, 31 ઓગસ્ટ અને 1, 2 સપ્ટેમ્બરના રોજ લેવાશે. આ એક્ઝામ પહેલાં 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાવાની હતી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીની પોસ્ટ
કેન્દ્રીય શિક્ષણ મંત્રીની પોસ્ટ

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જાણકારી આપી
આ વિશે જાણકારી આપતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, કેન્ડિડેટ્સની માગ અને તેમના સારા પર્ફોમન્સને ધ્યાનમાં રાખીને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE Mainના ત્રીજા અને ચોથા ફેઝની એક્ઝામ વચ્ચે ચાર અઠવાડિયાંનો ગેપ રાખવાની સલાહ આપી છે. એ પછી હવે એક્ઝામ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લેવાશે.

અરજી કરવાની છેલ્લી તારીખ પણ લંબાવી
પરીક્ષાનું નવું શેડ્યુલ જાહેર કરવાની સાથે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ચોથા ફેઝને પરીક્ષા માટે હાલ એપ્લિકેશન પ્રોસેસ ચાલુ છે, તેને વધારીને 20 જુલાઈ કરી છે. પરીક્ષા માટે કુલ 7.32 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

આની પહેલાં NTAએ ત્રીજા સેશનની એક્ઝામમાં પણ ફેરફાર કર્યો
એજન્સીએ પહેલાં જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે, એન્ટ્રન્સ એક્ઝામ 20 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન યોજાવાની હતી. પણ હવે નવા શેડ્યુલ પ્રમાણે, આ પરીક્ષા 20,22, 25 અને 27 જુલાઈ 2021ના રોજ લેવામાં આવશે. એજન્સીએ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. આ વખતે કેન્ડિડેટ્સને પોસ્ટમાં એડમિટ કાર્ડ મોકલવામાં નહીં આવે. કેન્ડિડેટ્સ ઓનલાઈન જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

7,09,519 કેન્ડિડેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું
રિપોર્ટ પ્રમાણે, JEE Main 2021ના ત્રીજા સેશન માટે કુલ 7,09,519 કેન્ડિડેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પરીક્ષા માટે દેશ-વિદેશમાં કુલ 334 એક્ઝામ સેન્ટર બનાવ્યા છે. ત્રીજા સેશનની એક્ઝામ માત્ર પેપર-1 B.E./B.Tech માટે જ લેવામાં આવશે.