નિયમ / SBIનો નવો નિયમ, બેંક અકાઉન્ટમાં 3થી વધુ વખત રૂપિયા જમા કરાવ્યા તો ચાર્જ ચૂકવવો પડશે

New SBI Rule: Charges have to be paid if deposited more than 3 times in bank account

  • 1 ઓક્ટોબર 2019થી બદલાઈ રહ્યા છે SBIના સર્વિસ ચાર્જ સાથે જોડાયેલા નિયમ
  • બેંક બ્રાંચમાં જઇને RTGS કરાવવા પર આપવો પડશે ચાર્જ

Divyabhaskar.com

Sep 07, 2019, 04:01 PM IST

યુટિલિટી ડેસ્કઃ દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) 1 ઓક્ટોબર 2019 થી તેના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. આમાં બેંકમાં નાણાં જમા કરાવવા, પૈસા ઉપાડવા, ચેકનો ઉપયોગ કરવા, ATM ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા સર્વિસ ચાર્જ શામેલ છે. SBIએ સર્વિસ ચાર્જમાં ફેરફાર સંબંધિત પોતાની વેબસાઇટ પર એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે.

3થી વધુ વખત કેશ જમા કરી તો દર વખતે 56 રૂપિયા આપવા પડશે
SBI સૌથી મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જેમાં બેંક ખાતામાં પૈસા જમા કરાવવાનો સમાવેશ થાય છે. બેંકના પરિપત્ર મુજબ, 1 ઓક્ટોબર પછી તમે તમારા અકાઉન્ટમાં 1 મહિનામાં ફક્ત 3 વાર જ જમા કરાવી શકશો. જો 3થી વધુ વખત રૂપિયા જમા કરાવ્યા તો દરેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા (વધારાના જીએસટી)નો ચાર્જ લેવામાં આવશે. સર્વિસ ચાર્જ પર બેંક 12% GST લગાવે છે. આ રીતે જ્યારે તમે ચાર, પાંચ કે તેથી વધુ વખત રૂપિયા જમા કરાવશો ત્યારે તમારે દરેક વખતે 56 રૂપિયા વધુ ચૂકવવા પડશે. અત્યારે કોઈપણ બેંક ખાતામાં પૈસા જમા કરવવા પર કોઈ પ્રતિબંધ નથી. વ્યક્તિ મહિનામાં અનેકવાર તેના ખાતામાં કોઈપણ રકમ જમા કરાવી શકે છે.

ટેક્નિકલ કારણોસર ચેક રોકાયો તો 168 રૂપિયા આપવા પડશે
SBIએ ચેક રીટર્ન માટેના નિયમો પણ કડક કર્યા છે. બેંકના પરિપત્ર મુજબ, જો કોઈ ટેક્નિકલ કારણોસર (બાઉન્સ સિવાય) 1 ઓક્ટોબર પછી ચેક પાછો આવે છે, તો ચેક જારી કરનારને 150 રૂપિયા અને જીએસટીનો ચાર્જ ચૂકવવો પડે છે. આ ચાર્જ જીએસટી સહિત 168 રૂપિયા રહેશે.

બેંકમાં જઇને RTGS કરવું સસ્તું બનશે
SBIએ રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) પરના ચાર્જમાં રાહત આપી છે. 1 ઓક્ટોબરથી બેંક શાખામાં RTGS કરવું સસ્તું થઈ જશે. 1 ઓક્ટોબરથી 2થી 5 લાખ રૂપિયા સુધીના RTGS 20 રૂપિયા (વધારાના જીએસટી)નો ચાર્જ ચૂકવવો પડશે. 5 લાખથી વધુ RTGS પર 40 રૂપિયા (વધારાના જીએસટી ) ચાર્જ ચૂકવવો પડશે. અત્યારે રૂ .2થી 5 લાખના RTGS પર 25 રૂપિયા અને 5 લાખથી વધુ રકમ પર 50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે.

X
New SBI Rule: Charges have to be paid if deposited more than 3 times in bank account
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી