• Home
  • Utility
  • New pension rules apply from April 1, commuters opting for a full pension after 15 years of retirement

1 એપ્રિલથી પેન્શનના નવા નિયમો લાગુ, કમ્યૂટનો ઓપ્શન પસંદ કરનારાને રિટાયર્મેન્ટના 15 વર્ષ પછી ફુલ પેન્શન મળશે

New pension rules apply from April 1, commuters opting for a full pension after 15 years of retirement
X
New pension rules apply from April 1, commuters opting for a full pension after 15 years of retirement

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 10:53 AM IST

યુટિલિટી ડેસ્કઃ કેન્દ્ર સરકારે પેન્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે. તેનાથી રિટાયર્મેન્ટ વખતે પેન્શન કમ્યૂટ કરવાનો ઓપ્શન પસંદ કરનાર પેન્શનધારકોને નિવૃત્તિના 15 વર્ષ પછી ફુલ પેન્શન મળવાની વ્યવસ્થા ફરીથી લાગુ થશે. આ નિર્ણયથી 26 સપ્ટેમ્બર 2008 પહેલાં રિટાયર થનારા 6.3 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. 20 ફેબ્રુઆરી 2020 ના રોજ જાહેર કરવામાં આવેલી નવી સૂચનાથી EPFOના કર્મચારીઓને નિવૃત્તિ પછીના 15 વર્ષ પછી ફરીથી ફુલ પેન્શનની વ્યવસ્થા ફરીથી લાગુ થઈ જશે. જો કોઈ કર્મચારી 1 એપ્રિલ 2005ના રોજ નિવૃત્ત થાય તો તેને 15 વર્ષ પછી એટલે કે 1 એપ્રિલ 2020થી વધારે પેન્શન મળશે.

અત્યારે કમ્યૂટેશનનો ઓપ્શન નથી

એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ (EPS)ના નિયમો હેઠળ, 26 સપ્ટેમ્બર, 2008 પહેલાં નિવૃત્ત થતા EPFOના સભ્યો કમ્યૂટેડ પેન્શન તરીકે પેન્શનની કુલ રકમનો મહત્તમ એક તૃતીયાંશ ભાગ એકસાથે લઈ શકાતો હતો, જ્યારે બાકીની બે તૃતીયાંશ રકમ તેમને આજીવન પેન્શન તરીકે મળતી હતી. EPFના હાલના નિયમો હેઠળ EPFOના સભ્યોને કમ્યૂટેશન બેનિફિટ મેળવવાનો વિકલ્પ મળતો નથી.

હવે 15 વર્ષ પછી ફુલ પેન્શન મળશે
પીપલ એડવાઇઝરી સર્વિસીસ ઇવાય ઈન્ડિયાના ડિરેક્ટર પુનીત ગુપ્તાનું કહેવું છે કે, એમ્પ્લોયી પેન્શન સ્કીમની ધારા 12A હેઠળ કોઈપણ કર્મચારી મંથલી પેન્શનને બદલે કમ્યૂટેડ પેન્શનના ત્રીજા ભાગનો દાવો કરી શકતો હતો. હવે 20 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉમેરેલી ધારા 12B મુજબ, ધારા 12A હેઠળ પેન્શન કરાવનારા કર્મચારીઓને 15 વર્ષ પછી સંપૂર્ણ પેન્શનનો લાભ મળશે.

કમ્યૂટેશન ઓફ પેન્શન શું છે?
નિવૃત્તિ દરમિયાન કર્મચારીને જેટલું બેઝિક પેન્શન મળે છે તેની 40% રકમ સુધી કમ્યૂટ કરાવી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, કર્મચારી તેનાં સાત વર્ષના પેન્શનમાંથી 40% ભાગ સરકાર પાસેથી એડવાન્સમાં લઈ લે છે. સરકાર દર વર્ષે તેના પેન્શનમાંથી 8,000 રૂપિયા કાપીને એડવાન્સમાં આપવામાં આવેલાં પેન્શનને રિકવર કરે છે. હવે નવી સિસ્ટમમાં પેન્શન નિવૃત્તિના 15 વર્ષ સુધી વસૂલ કરવામાં આવશે. ત્યારબાદ કર્મચારીને તેનું સંપૂર્ણ પેન્શન ચૂકવવામાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી